________________
[ ૩૨૨ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
वेदेति ? गोयमा ! दव्वओ वि वेयणं वेदेति जाव भावओ वि वेयणं वेदेति । एवं जाव वेमाणिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું દ્રવ્યથી વેદના વેદે છે યાવતુ ભાવથી વેદના વેદે છે?
– હે ગૌતમ ! તેઓ દ્રવ્યથી પણ વેદના વેદે છે યાવત ભાવથી પણ વેદના વેદે છે. આ જ રીતે વૈમાનિકો સુધીના સર્વ દંડકના જીવો ચારે પ્રકારની વેદના વેદે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દ્રવ્યાદિ ચાર પ્રકારની વેદનાનું કથન છે.
વેદનાની ઉત્પત્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ સામગ્રીના નિમિત્તે થાય છે.નિમિત્તની અપેક્ષાએ વેદનાના ચાર પ્રકાર છે– (૧) કોઈ પુદ્ગલ આદિ દ્રવ્યના સંયોગે ઉત્પન્ન થનારી વેદના દ્રવ્યવેદના કહેવાય છે. યથા- આઈસ્ક્રીમ વગેરે શીત પદાર્થના આહારથી ઠંડકનો અનુભવ થાય છે. (૨) ઉપપાત ક્ષેત્રાદિના નિમિત્તે(સંયોગે) થનારી વેદના ક્ષેત્રવેદના કહેવાય છે. જેમ હિમાલયમાં ઠંડીનો અનુભવ થાય છે. (૩) શીતાદિ ઋતુ તથા દિવસ, રાત, મધ્યાહ્ન આદિ કાળના સંયોગે થનારી વેદના કાળવેદના કહેવાય છે. જેમ કે– શિયાળામાં ઠંડી અને ઊનાળામાં ગરમીનો અનુભવ થાય છે. (૪) વેદનીય કર્મના ઉદયરૂપ પ્રધાન કારણથી ઉત્પન્ન થનારી વેદના ભાવવંદના કહેવાય છે. જેમ કે સહજ રીતે શરીરમાં બીમારીનો ઉપદ્રવ થાય, તે ભાવવંદના છે. ચોવીશે દંડકના જીવો આ ચારે ય પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. (૩) શારીરિક વેદના દ્વાર - ११ कइविहा णं भंते ! वेयणा पण्णत्ता ? गोयमा ! तिविहा वेयणा पण्णत्ता, તં - સારા, માણસા, સારા-માણસા | ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વેદનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વેદનાના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) શારીરિક વેદના, (૨) માનસિક વેદના અને (૩) શારીરિક-માનસિક વેદના. |१२ रइया णं भंते ! किं सारीरं वेयणं वेदेति, माणसं वेयणं वेदेति, सारीरमाणसं वेयणं वेदेति ? गोयमा ! सारीरं पि वेयणं वेदेति, माणसं पि वेयणं वेदेति, सारीरमाणसं पि वेयणं वेदेति ।
एवं जाव वेमाणिया, णवरं एगिदिय-विगलिंदिया सारीरं वेयणं वेदेति, णो माणसं वेयणं वेदेति णो सारीरमाणसं वेयणं वेदेति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું શારીરિક વેદના વેદે છે, માનસિક વેદના વેદે છે કે શારીરિક-માનસિક વેદના વેદે છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકો શારીરિક વેદના વેદે છે, માનસિક વેદના વેદે છે અથવા શારીરિક-માનસિક વેદના વેદે છે.
આ જ રીતે વૈમાનિકો પર્યત સર્વ દંડકના જીવો ત્રણ પ્રકારની વેદના વેદે છે. તેમાં વિશેષતા એ છે કે– એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવો માત્ર શારીરિક વેદના જ વેદે છે, તે જીવો માનસિક વેદના અને શારીરિક-માનસિક વેદના વેદતા નથી.