________________
પાંત્રીસમું પદ : વેદના
[ ૩૨૧ ] वेयणं वेदेति, सीयोसिणं पि वेयणं वेदेति । एवं जाव वेमाणिया । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અસુરકુમારો શું શીતવેદના વેદે છે ઇત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! તેઓ શીતવેદના પણ વેદે છે, ઉષ્ણવેદના પણ વેદે છે અને શીતોષ્ણવેદના પણ વેદે છે.
આ જ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. અર્થાત્ દશે ભવનપતિ દેવો, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો સુધીના સર્વ દંડકના જીવો ત્રણે પ્રકારની વેદના વેદે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં શીતાદિ વેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે.
વેદના એક પ્રકારની અનુભૂતિ છે. તેના ત્રણ પ્રકાર છે– શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. શીત પગલોના સંયોગથી થનારી વેદના શીતવેદના, ઉષ્ણ પુદ્ગલોના સંયોગથી થનારી વેદના ઉષ્ણવેદના અને શીતોષ્ણ પુદ્ગલોના સંયોગથી ઉત્પન્ન થનારી વેદના શીતોષ્ણવેદના કહેવાય છે.
સામાન્ય રીતે નૈરયિકો શીત કે ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે, પરંતુ શીતોષ્ણવેદનાનો અનુભવ કરતા નથી. પ્રારંભની ત્રણ નરકમૃથ્વીઓના નૈરયિકો ઉષ્ણવેદના વેદે છે, કારણ કે તેઓના આધારભૂત નરકાવાસો ખેરના અંગારાની સમાન અત્યંત લાલ, અતિ સંતપ્ત અને અત્યંત ઉષ્ણ પગલોથી બનેલા હોય છે. ચોથી પંકપ્રભા પૃથ્વીમાં કેટલાક નૈરયિકો ઉષ્ણવેદના અને કેટલાક નૈરયિકો શીતવેદનાને અનુભવે છે, કારણ કે ત્યાંના નરકાવાસો કેટલાક શીત અને કેટલાક ઉષ્ણ હોય છે. તેમાંથી ઉષ્ણ પુદ્ગલમય નરકાવાસો અધિક હોવાથી ઉષ્ણવેદનાનો અનુભવ કરનારા નૈરયિકો અધિક છે અને શીત પુગલમય નરકાવાસો અલ્પ હોવાથી શીતવેદનાનો અનુભવ કરનારા નૈરયિકો અલ્પ હોય છે. ધૂમપ્રભા પૃથ્વીમાં કેટલાક નૈરયિકો શીતવેદના અને કેટલાક ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે. તેમાં શીત વેદનાનું વેદન કરનારા નૈરયિકો અધિક અને ઉષ્ણ વેદનાનું વેદન કરનારા નૈરયિકો અલ્પ હોય છે, કારણ કે ત્યાં શીત પુદ્ગલમય નરકાવાસો અધિક અને ઉષ્ણપુદ્ગલમય નરકાવાસો અલ્પ હોય છે. છટ્ટી અને સાતમી નરક પૃથ્વીઓના નૈરયિકો શીતવેદનાનો જ અનુભવ કરે છે, કારણ કે ત્યાના નરકાવાસો અત્યધિક શીત પુદ્ગલમય હોય છે.
અસુરકુમારોથી લઈને વૈમાનિકો સુધીના સર્વ દંડકના જીવો ત્રણે ય પ્રકારની વેદના અનુભવે છે. શીતળ જલ વગેરેના સ્પર્શથી શીતવેદના, ક્રોધ કે અન્ય ઉષ્ણ પદાર્થોના સંયોગે ઉષ્ણવેદના અને શરીરમાં વિભિન્ન અવયવોમાં એક સાથે શીત અને ઉષ્ણ પગલોનો સંપર્ક થાય ત્યારે શીતોષ્ણ વેદનાને અનુભવે છે. (૨) દ્રવ્યાદિ વેદના દ્વાર:| ९ कइविहा णं भंते ! वेयणा पण्णत्ता ? गोयमा ! चउव्विहा वेयणा पण्णत्ता, तं जहा- दव्वओ खेत्तओ कालओ भावओ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વેદનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વેદનાના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી અને (૪) ભાવથી(વેદના). १० णेरइया णं भंते ! किं दव्वओ वेयणं वेदेति जाव किं भावओ वेयणं