________________
૩૨૦ |
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વેદનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વેદનાના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) શીતવેદના, (૨) ઉષ્ણવેદના અને (૩) શીતોષ્ણવેદના. | ३ णेरइया णं भंते ! किं सीयं वेयणं वेदेति, उसिणं वेयणं वेदेति, सीयोसिणं वेयणं वेदेति ? गोयमा ! सीय पि वेयणं वेदेति, उसिणं पि वेयणं वेदेति, णो सीयोसिणं वेयणं वेदेति । केई एक्केक्कए पुढवीए वेयणाओ भणति । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! નૈરયિકો શું શીતવેદના વેદે છે, ઉષ્ણવેદના વેદે છે કે શીતોષ્ણ વેદના વેદ છે? ઉત્તર- હે ગૌતમ ! નરયિકો શીતવેદના પણ વેદે છે, ઉષ્ણવેદના પણ વેદે છે, પરંતુ શીતોષ્ણવેદના વેદતા નથી. કેટલાક(મુનિપુંગવો) પ્રત્યેક નરક પૃથ્વીના સ્પષ્ટીકરણપૂર્વક વેદનાઓનું કથન કરે છે. |४ रयणप्पभापुढविणेरइया णं भंते ! पुच्छा ? गोयमा ! णो सीयं वेयणं वेदेति, उसिणं वेयणं वेदेति, णो सीयोसिणं वेयणं वेदेति । एवं जाव वालुयप्पभा पुढवि णेरइया । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભાપુથ્વીના નૈરયિકો શું શીત વેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદે છે કે શીતોષ્ણ વેદના વેદે છે? ઉત્તર- હે ગૌતમ! તેઓ શીત વેદનાનું વેદન કરતા નથી, શીતોષ્ણ વેદનાનું વેદન કરતા નથી, પરંતુ ઉષ્ણ વેદનાનું વેદન કરે છે. આ જ રીતે ત્રીજી વાલુકાપ્રભા નરકમૃથ્વીના નૈરયિકો સુધી જાણવું જોઈએ. | ५ पंकप्पभापुढविणेरइया णं भंते ! पुच्छा ? गोयमा ! सीयं पि वेयणं वेदेति, उसिणं पि वेयणं वेदेति, णो सीयोसिणं वेयणं वेदेति । ते बहुयतरागा जे उसिणं वेयणं वेदेति । ते थोवतरागा जे सीयं वेयणं वेदेति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પંકપ્રભા પૃથ્વીના નૈરયિકો શું શીતવેદના વેદે છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! તેઓ શીતવેદના પણ વેદે છે અને ઉષ્ણવેદના પણ વેદે છે, પરંતુ શીતોષ્ણવેદના વેદતા નથી. તેમાં ઉષ્ણવેદનાવાળા નૈરયિકો ઘણા છે અને શીતવેદનાવાળા નૈરયિકો અલ્પ છે. |६ धूमप्पभाए एवं चेव दुविहा, णवरं- ते बहुयतरागा जे सीयं वेयणं वेदेति, ते थोवतरागा जे उसिणं वेयणं वेदेति । ભાવાર્થ – ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકો પણ બંને પ્રકારની વેદના વેદે છે. વિશેષતા એ છે કે ધૂમપ્રભા પૃથ્વીમાં શીતવેદનાવાળા નૈરયિકો ઘણા છે અને ઉષ્ણવેદનાવાળા નૈરયિકો અલ્પ છે. | ७ तमाए तमतमाए य सीयं वेयणं वेदेति, णो उसिणं वेयणं वेदेति, णो सीयोसिणं वेयणं वेदेति । ભાવાર્થ - તમા અને તમસ્તમા પૃથ્વીના નૈરયિકો શીતવેદના વેદે છે, પરંતુ ઉષ્ણવેદના કે શીતોષ્ણવેદના વેદતા નથી. ८ असुरकुमाराणं भंते ! पुच्छा ? गोयमा ! सीयं पि वेयणं वेदेति, उसिणं पि