________________
ધનુષ્ય સુધીની પામે છે, ઉત્તર વૈક્રિય કરે તો લાખ યોજન સુધીની કરે છે. ઔદારિક શરીર ધારી તિર્યંચ એકેન્દ્રિય બાદર પર્યાપ્ત વાયરાને વૈક્રિય શરીર તથા પંચેન્દ્રિય જીવોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને કર્મભૂમિજ સંજ્ઞી મનુષ્ય પંચેન્દ્રિયને મળે છે. તે તપસ્યાદિ કરવાથી લબ્ધિજન્ય મળે છે. આહારક શરીર ફક્ત મનુષ્ય પંચેન્દ્રિય પર્યાપ્તા લબ્ધિધારી મુનિરાજોને જ મળે છે. બાકી મૂળ શરીર તિર્યંચગતિના જીવો તેમ જ મનુષ્ય ગતિના સર્વ જીવોને જન્મજાત ઔદારિક શરીર જ મળે છે.
આ રીતે અનેક વાત અગમ નિગમની આ પદમાં ભરી છે. તેનું તું આચમન કરજે અને પછી અંતરમાં ઊતારજે અને આકૃતિમાંથી નીકળી નિરાકૃતિમાં જવાનુંનિતાંત નિદિધ્યાસન કરજે, એમ કહી ચેતના બહેન...........મારા ઉપયોગરૂપી કલહંસ સામું જોઈ રહ્યા.
તે ખરેખર ચેતના બહેનનો ઉપદેશ પી રહ્યો હતો. ત્યાર પછી જાગૃત થઈને પ્રશ્ન પૂછવા લાગ્યો.
ચેતના બહેન! જીવે એવો શું પુરુષાર્થ કર્યો કે તેને આવી બધી જગ્યા મેળવવી પડી? તે બિચારા બધા સૂક્ષ્મ-બાદર જીવો નાનકડી કાયામાં કેમ રહેતા હશે? ચેતનાએ કહ્યું ભાઈ ! તું ભૂલી ગયો છે. આપણે આવા બધા જ ભવ કર્યા છે. આવા ભવ કરવાનું કારણ કર્મ છે અને કર્મ ક્રિયા દ્વારા બંધાય છે. હંસ બોલ્યો, “તે વળી કેવી ક્રિયા હોય, જેથી કર્મ બંધાય? મારી ચાંચ આ વિષયમાં તો ડૂબતી જ નથી.”
ચેતના બોલી, “મુંઝાઈ ન જા ભાઈ ! હવે પછી બાવીસમું મુક્તાફળ લાવ. તેમાં તારી મૂંઝવણનો ઉકેલ છે. લાવ જોઈએ” હંસ ઉદાસ ભાવે મુક્તા ફળ લાવ્યો અને ખોલ્યું.... તેમાં નામ સરી પડ્યું– બાવીસમું મુક્તાફળ ક્રિયા પદ. બહેન ચેતના ઉવાચ- જો વાંચ અને અક્ષરશઃ તેનો અર્થ સાંભળ
કે ક્યારે તુંતને ઓળખીશ? ઓળખવિના ક્યાં ક્યાં તું ભટકીશ? સ્વસમ્મુખ થા. રિ રિખવદેવથી લઈને મહાવીર સુધીના બધા જ તીર્થકરોનો આ ઉપદેશ છે. યા યાજ્ઞિક ખરો તે જ બની શકે, જે સંપૂર્ણ કર્મનો હોમ કરનારી સન્ક્રિયા
સાંભળ.......હંસ વીરા.......! પૂર્ણ અક્ષરનો શબ્દ બને છે ક્રિયા. જ્યાં સુધી સર્જિયા જીવ ન કરે ત્યાં સુધી નાના મોટા શરીર મેળવવા પડે છે. તે શરીર મેળવવા માટે કર્મ કરવા પડે છે, કર્મ ક્રિયાથી થાય છે, તે ક્રિયા માત્ર કાયાના સદ્ભાવથી થાય છે. જીવ તો અક્રિય છે છતાં પુદ્ગલના પનારે પડી જીવ, મળેલા શરીરનું પોષણ કરવા તે