________________
ચેતનાબહેન પાસે ૧૬ મુક્તાફળ મૂકી, નેત્રની ઠંડક મેળવવા જોતો જ રહ્યો. ત્યારપછી એકવીસમું મુક્તાફળ ચાંચથી ખોલ્યું અને નામ નીકળ્યું– એકવીસમું મુક્તાફળ અવગાહના પદ. તેના અક્ષરશઃ અર્થ સમજવા માટે તે ઉત્સુક બની ગયો. બહેન ચેતના ઉવાચ
આ અશરીરી બનવા સિદ્ધ ભગવંતનું ધ્યાન ધરો તો, વ વરી જશો શિવરમણીને, જેથી ક્યારે ય જન્મ નહીં લેવો પડે. ગાગાઓ ગીત હંમેશાં અનંત ગુણધારી આત્મદેવના, હ હસ્તગત કરી લો લોકાગ્રે રહેલા સ્વરાજ્ય સિદ્ધાલયને તો, ના નારકાદિ ભાવના ભાવ ફેરા સદાને માટે બંધ થઈ જાય.
પૂર્ણ શબ્દ છે, અવગાહના...સાંભળ...હંસ વીરા ! અવગાહના પદથી અર્થ નીકળે છે– જગ્યા, અવકાશ. જીવ બિચારો ભગવાન હોવા છતાં ભિખારી બની ગયો છે. તૈજસ અને કાર્યણશરીર અનંગ છે, તેઓની પાસે અંગ ઉપાંગ નહીં હોવાથી તેની ખરીદી કરવા આકાશ દ્રવ્ય પાસે જગ્યાની ભીખ માંગે છે. આકાશ દ્રવ્ય ઉદાર હોવાથી જગ્યા આપે છે. તે જગ્યા ગ્રહણ કરી પ્રથમ વિધિ દ્વારા ઉત્પત્તિના ક્ષેત્રમાં પુદ્ગલ ગ્રહણ કરી શરીર બનાવે છે. ત્યાર પછી ઇન્દ્રિય બનાવવા સામગ્રી ગ્રહણ કરી સંસ્થાનની રચના કરે છે. ત્યાર પછી કર્મની મૂડી પ્રમાણે જગ્યાનું પ્રમાણ નક્કી કરે છે.
તે શરીર રૂપી બંગલાને ટકાવી રાખવા ચય-ઉપચયની પદ્ગલિક સામગ્રી એકત્રિત કરે છે. ત્યાર પછી સાવયવી શરીરને રચી કેટલા શરીર સાથે પરસ્પર સંયોગ કરી શકે તે નિર્ણય કરે છે. દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થથી અલ્પબદુત્વ, અવગાહનાનું અલ્પબદુત્વ. આ રીતે ચોવીસ દંડકના જીવો, એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયના જીવો, ઔદારિક, વૈક્રિય, આહારક આવા ત્રણ શરીર પોતાની શક્તિ પ્રમાણે બનાવે છે. જેમ કે એકેન્દ્રિય જીવો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને વનસ્પતિની અપેક્ષાએ એક હજાર યોજન પ્રમાણ ઔદારિક શરીર રચે છે, તેનું સંસ્થાન મસુરની દાળ, પાણીનાં પરપોટા, સોયની ભારી, ધ્વજા વગેરે વિવિધ આકારવાળું બનાવે છે. તેનાથી મોટા જીવો તેના પ્રમાણે અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને, મધ્યમવંત, હાથ, ધનુષ, ગાઉ, યોજન સુધીનું બનાવે છે. તે બધા આકાશ દ્રવ્યના આધારે પુદ્ગલની સામગ્રી ગ્રહીને સંસ્થાન નામકર્મના ફળ પ્રમાણે છ એ છ સંસ્થાન રચીને રહે છે.
બીજું વૈક્રિય શરીર નારકી દેવોને જન્મજાત ભવમાં મળે છે અને તેઓ પણ કર્મની મૂડી પ્રમાણે અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને પાંચસો
( ).