________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. વીસ વિહરમાન વિભુ પ્રત્યેની વિજ્ઞતિઃ
વસ વિહરમાનને વાદીએ...અંતર અહોભાવે અભિવંદીએ... વૃત્તિને સીમ કરી દષ્ટિ યુગ માત્ર ધરી બાહુ-સુબાહુ પ્રસારી જીવનમાં સુજાત બની રહું, સ્વયં પ્રભુ હું છું એવી દિવ્ય ધ્વનિ ઋષભાનન, અનંત સુર પ્રભુની સુણી વિશાળ બની રહું, વિવેક વજ ધરી ચંદ્રાનન ચંદ્રબાહુ ભુજંગદેવ શ્રી ઈશ્વરને ભજી તપસ્વી બની રહું, નેહ નેમ ધરી વીરસેન, મહાભદ્ર, દેવજસ, અજિતસેન ને સમરી સંયમી બની રહ્યું પ્રિય પાઠક ! જિજ્ઞાસુ વાચક ગણ....!
તમારી સમક્ષ આજે શ્રી પ્રજ્ઞાપના સૂત્રનાં ત્રીજા ભાગરૂપે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું ૨૯મું આગમ રત્ન પ્રસ્તુત કરી રહ્યા છીએ, તેનો આલ્હાદકભાવ અત્યંત અનુભવાય છે. મારા ઉપયોગરૂપી રાજહંસ કલહંસ બની ૬ થી ૨૦ સુધીનાં મુક્તાફલનું આસ્વાદન માણીને અનુત્તર ધર્મની શ્રદ્ધાથી દઢધર્મી બની ગયો. તેમની બુદ્ધિ પ્રજ્ઞાશીલ બનતાં પ્રૌઢભાવમાં કલશોર કરવા લાગ્યો. પરમહંસ થવાની તાકાત આ પંચમ આરામાં પુરુષાર્થની નબળાઈને કારણે નથી, પણ ભાવયોગમાં તેવી ભાવના ભાવવા લાગ્યો અને ચેતનાબહેન પાસે જઈને બોલ્યો : બહેન...! વીસ પદના મુક્તાફલમાંથી મારી બુદ્ધિ પ્રમાણે જ્ઞાનામૃતનું ભોજન કરી હું તૃપ્ત થયો છું.
હવે, પેલા સોળ મુક્તાફળ મહાવ્રતની મઢુલીમાં પડ્યા છે તે અહીં લઈ આવું? અને સ્યાદ્વાદનાં સરોવરમાં જઈ સહેલ કરી આવું? તેમ જ કણાનાં કમળોનું રસપાન કરવાનો રસિક તો હું છું જ તે પણ રસપાન કરી હમણાં જ આપની પાસે આવી જાઉં છું. મને સર્વ તત્ત્વ સમજાવજો, તેમ વિજ્ઞપ્તિ કરી.
ચેતનાબહેન ખુશ થઈને બોલ્યા...હા...વીરા...હા...! જા...જલદી...જા...ત્યાં રોકાઈ ન જતો. કલહંસ કહે, ના...બહેન...ના...હમણાં જ આ આવ્યો, એમ કહીને ઊડ્યો. જલદી ત્યાં રહેલા સોળ મુક્તાફલ લઈ આવ્યો. જાણે કે સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના શીતલ કિરણોને ઝીલી શીતલ-શીતલ બની ગયા ન હોય તેવા તે લાગતા હતા.