________________
અંતે આટલું જ કહેશું કે પૂજ્ય પ્રજ્ઞાપના સૂત્રને ભગવતી સૂત્ર કહ્યું છે. જેમ રામાયણમાં રામાયણની ચર્ચા થયા પછી ઉત્તરકાંડ આવે છે. જે રામાયણના પ્રચ્છન્ન ભાવોને પુનઃ અધ્યાત્મ રીતે સંતુલિત કરે છે. તે જ રીતે લાગે છે કે મહાન ભગવતી સુત્ર જે જ્ઞાનનો મેરુ છે અને જેમાં હીરા, માણેક, મોતીથી બનેલા હજારો જોજનના કાંડ છે અને ઉપરાંત ચાર પ્રકારના વનોથી સમસ્ત મેરુ આચ્છાદિત છે. આવા જ્ઞાન મેરુના જે કાંઈ ઝરણાઓ છે અથવા નદી પ્રવાહો છે, તે લાગે છે કે પ્રજ્ઞાપના સૂત્ર રૂપે પ્રવાહિત થાય છે. મેરુના ઝરણા પણ મેરુ જેવા જ ગણાય, રાજાના યુવરાજ રાજા જ ગણાય, આ રીતે આ પ્રજ્ઞાપના સૂત્ર ભલે ઉપાંગમાં હોય, પરંતુ તે મહા અંગનું ઉપાંગ છે, એટલે તેની મહત્તા અંગશાસ્ત્ર જેટલી જ આંકી શકાય, આથી શાસ્ત્રકારે પ્રજ્ઞાપના સૂત્રને ઠીક જ પUUવ ભાવ કહ્યું છે.
પ્રજ્ઞાપના સૂત્ર ઉપર સૂક્ષ્મદર્શન લખવાનો આપ સહુએ મને જે અવસર આપ્યો અને જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ કરવાની જે તક આપી છે તે ઉપકાર શાયદ ઘણા જન્મો સુધી પણ બદલો ન વાળી શકાય તેવો છે. આપ સૌ ઘણા જ ઉપકારી છો. ખાસ કરીને આજના આ ભૌતિકવાદ પ્રધાન યુગમાં આવા શાસ્ત્ર સાધનાના મહાનતમ કાર્યમાં સંલગ્ન થઈ આગમ ઝરણામાં જનતા સ્નાન કરી શકે તેવી સામગ્રી પીરસી રહ્યા છો. એટલું જ નહી પરંતુ ગુજરાત પ્રાંતમાં અને ગુજરાતી ભાષામાં સાંગોપાંગ શાસ્ત્રને અવતરિત કર્યું. વરસોની એક ખોટ પૂરી કરતાં અજર-અમર કાર્યને રૂપ આપી રહ્યા છો. આગમોની મૂર્તિને પુનઃ ગુજરાતી ભાષામાં કંડારી રહ્યા છો અને તે મૂર્તિઓ ઉપર ચિંતનનો શૃંગાર કરી સુશોભાયમાન કરી રહ્યા છો. તે આપ સૌનો અવર્ણનીય પુરુષાર્થ છે... ...
ધન્ય છે લીલમબાઈ મહાસતીજી ને! જેઓએ આગમવેત્તા અને આગમ ચેતા બની, પોતાની વિદુષી શિષ્યાઓને આ મહાકાર્યમાં જોડેલ છે અને સમગ્ર જીવનને ધન્ય બનાવી શકાય તેવી પળો ઊભી કરી છે. આપના આ આગમ રત્નના સંચાલક શ્રી શ્રી ત્રિલોક ઋષિજી મહાત્મા પણ અનંત-અનંત અભિનંદન અને વંદનના પાત્ર છે. અહીં આટલું કહ્યા પછી આ આમુખ લખવામાં અહીં બિરાજતા દર્શનાબાઈ સ્વામીએ પોતાના મોતી જેવા અક્ષરોથી અમારા લખાવવાના બધા ભાવોને જ્ઞાનપૂર્વક ઝીલી જે પાંડુલિપિ તૈયાર કરી છે, તેનો તો મારે ઉપકાર માનવો જ રહ્યો. અસ્તુ..લુમ , શુદ્ધતમ્ વ્યા........
જયંત મુનિ પેટરબાર