________________
એટલું જ કહેવાનું છે કે સંજ્ઞી અસંશી કર્મજન્ય ભાવો છે પરંતુ સંયત ભાવ તો શુદ્ધ ક્ષાયક ભાવ છે, છતાં પણ આ ક્ષાયક ભાવનો સિદ્ધ ભગવંતોમાં નિષેધ કર્યો છે. તેનો અર્થ જ એ છે કે સંયમ ભાવ પણ સાધનામાં સહાયક ભાવ છે. તે ભાવ બીજા વિભાવોને પૂરા કરી, પોતે પણ અદેશ્ય થઈ જાય છે. જેમ સોયથી કાંટો કાઢયા પછી કાંટો અને સોય બંનેને પડતા મૂકી દેવામાં આવે છે. તે જ રીતે વચ્ચગાળાના શુદ્ધ ભાવો અશુદ્ધ ભાવોનો સંહાર કરી, પોતે પણ અદૃશ્ય થઈ જાય છે, વિલુપ્ત થઈ જાય છે, કારણ કે હવે સિદ્ધ ભગવંતોને બીજા કોઈ ચારિત્ર કે સંયમ ભાવોની આવશ્યકતા નથી. ફક્ત જ્ઞાન ભાવમાં રમણ કરે છે. જ્ઞાન ભાવ પણ એક પ્રકારનો ક્ષાયિક ભાવ છે પરંતુ તે વિદાય લેતો નથી, તેમજ વિલુપ્ત પણ થતો નથી; કારણ કે તે જીવનો સ્વભાવ છે, શાશ્વત ભાવ છે અને સિદ્ધ ભગવંતોને કેવળજ્ઞાનનું પ્રયોજન પણ છે. જો કેવળ જ્ઞાન વિલુપ્ત થઈ જાય તો જીવ દ્રવ્ય અચેતન બની જાય અને મૂળભૂત દ્રવ્ય વ્યવસ્થાને આઘાત પહોંચે. અહીં ખાસ સમજવાનું એ છે કે શુદ્ધ ભાવ પણ બે પ્રકારના છે– (૧) અશાશ્વત અને (૨) શાશ્વત, અશાશ્વત ભાવો વિદાય થઈ જાય છે. તે કથન આ પદમાં સ્પષ્ટ રૂપે પ્રરૂપિત છે. આ એક ગુઢ આધ્યાત્મિક રહસ્ય છે, સાધકની બુદ્ધિ નિર્મળ થાય, તો જ આ ભૂમિકાને સમજી શકે તેમ છે. ધન્ય છે આવા પ્રરૂપિત શાસ્ત્ર ભાવોને !!! જે અધ્યાત્મ ક્ષેત્રના ગૂઢ રહસ્યોને મિત શબ્દોમાં ઉદ્ઘાટિત કરે છે.
અંતિમ પદમાં સમુદ્યાતનું અતિ સૂક્ષ્મ વિવેચન છે. એક સમયને આશ્રિત અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્રિયાઓની ગણના કરવામાં આવી છે અને જૈન દર્શનનો કાળ સંબંધી જે સમય સિદ્ધાંત છે, જેમાં આંખના એક પલકારામાં અસંખ્ય સમય વ્યતીત થાય છે. આટલા સૂક્ષ્મ સમયમાં એક એક સમયને આશ્રિત સૂક્ષ્મ ક્રિયાઓ થતી હોય તેનું બુદ્ધિ ભેદકવિવરણ છે. આ બધા વિવરણ શાસ્ત્રોક્ત છે. આજના વિજ્ઞાન(સાયન્સ)ના યુગમાં સાયન્સ પણ અતિ સૂક્ષ્મ એવી એક સેકન્ડમાં ૭૦(સિતેર) હજાર, ૭૨(બોતેર) અબજ ક્રિયાઓને સંચાલિત કરી શકે તેવા મહા કોમ્યુટર અસ્તિત્વમાં આવ્યા છે. “ વોશિંગ્ટન એ. પી.ના સમાચાર, ૭/૧૧/૦૪ના હિન્દી પેપર “દૈનિક જાગરણ”માં પ્રસિદ્ધ થયેલા સમાચાર છે કે અમેરિકાએ સુપર કોમ્યુટર વિકસિત કર્યું છે,(પરમાણુ હથિયારોની સુરક્ષા માટે) નિશ્ચિત કર્યુ છે. તે કોમ્યુટર એક સેકન્ડમાં ૭૦ હજાર, ૭૨ અબજ ક્રિયાઓને સંચિત કરી શકે છે અને સંચાલિત પણ કરી શકે છે.”
આ કોમ્યુટરની રચના પણ જૈનદર્શનના અતિ સૂક્ષ્મ પર્યાય ભાવોની સાક્ષી પૂરે છે...........
આપણે હવે બાકીના વિષયો લેખક ઉપર આશ્રિત કરી આ આમુખને સંકેલી લઈએ. સંપાદક મંડળ સૂત્રની સાંગોપાંગ અર્થ વિવેચના કરે છે, તેનો મને સંતોષ છે.
(
29
)