________________
અકામનિર્જરાના બળે કહો કે પુણ્ય યોગે કહો, પંચેન્દ્રિય જાતિમાં મનોયોગ પ્રાપ્ત થતાં જીવ સંજ્ઞી બને છે. એ જ રીતે ક્ષયોપશમ ભાવે ઘણા જ્ઞાનાદિ સ્વાભાવિક પરિણામો ઉદ્દભવે છે. આ બધા પરિણામો કર્મના ક્ષયોપશમથી કે નિર્જરા થવાથી જીવને પ્રાપ્ત થાય છે પરંતુ તે સદા કાળની સંપત્તિ નથી. જેમ કે જીવ પહેલા અલ્પવીર્યવાળો હતો, પછી સવીર્ય બને છે અર્થાત્ વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી અનંતવીર્ય જન્મે છે અને મોક્ષમાં જતા જીવ પુનઃ અવીર્યવાન બને છે. ભગવતી સુત્ર આ વાતની સાક્ષી પૂરે છે. આ દષ્ટિથી જોતા જીવની ત્રણ અવસ્થાઓ સ્પષ્ટ થાય છે. કર્મના ઉદયથી થતી અવસ્થાઓ, કર્મનિર્જરાથી થતી અવસ્થાઓ અને ત્યાર પછી આ વચગાળાની બધી અવસ્થાઓથી રહિત એવી મુક્તિ સ્વરૂપ અકર્મ અવસ્થા પ્રાપ્ત થાય છે. અહીં મોક્ષ શાસ્ત્રમાં ઉમાસ્વામીજીએ ઉદય ભાવને વિભાવ કહ્યો છે અને ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક ભાવને સ્વભાવ કહ્યો છે. વસ્તુતઃ આ બધા ખંડ ભાવો એ પણ એક પ્રકારના વિભાવ જ છે. જેમ સામાન્ય જીવ મતિજ્ઞાનને આધારે ઘડાને ઘડો કહે, કૂતરાને કૂતરો કહે, પરંતુ તત્ત્વ દષ્ટિએ કુતરો એક પર્યાય છે. તેમાં ‘અખંડ અરિહંત બિરાજમાન છે. તેવું જ્ઞાન ન હોવાથી, પર્યાય જ્ઞાન પણ ખંડજ્ઞાન છે. શાસ્ત્રમાં કેવળજ્ઞાન છોડીને બાકીના ચારે જ્ઞાનોને ખંડ જ્ઞાન કહેલા છે. જ્ઞાન, તે જીવનો સ્વભાવ હોવા છતા ખંડજ્ઞાન હોવાથી એક પ્રકારનો વિભાવ જ છે. વચ્ચગાળાને આધારે પુણ્યના યોગે કે કર્મના ક્ષયોપશમને આધારે જે યોગો પ્રાપ્ત થયા છે, તે સહયોગી ભાવ હોવા છતાં મુક્તિની યાત્રામાં પરિપૂર્ણ રૂપે ઉપયોગી નથી. સાધકને તે જ્ઞાન હોવું જરૂરી છે. સમ્યગ્દષ્ટિ જીવ વિભાવોને, ઉદય ભાવોને, અને બાકીના લબ્ધિરૂ૫ ખંડ ભાવોને પરાયા માને છે. આનંદઘનજી મહારાજે ઠીક જ કહ્યું છે–
ઘટ મંદિર દીપક કીયો, સહજ સુજ્યોતિ સ્વરૂપ, આપ પરાઈ આપ હી, ઠાનત વસ્તુ અનૂ૫.
અર્થાત્ વાસ્તવિક જ્ઞાન પેદા થતા જીવ સ્વયં આત્મ અને અનાત્મ ભાવોનો ભેદ જાણી લે છે અને જેને ઉપમા ન આપી શકાય તેવી પદાર્થની સ્વરૂપતાનું ભાન કરે છે. અહીં આપણે એટલું જ કહેવું છે કે સિદ્ધ ભગવાન સંજ્ઞી અને અસંજ્ઞી એવા બંને ભાવોથી નિરાળા થઈ, બધા યોગનો વિયોગ કરી, અયોગી બન્યા છે. તે ભાવ સ્પષ્ટ રૂપે આ પ્રશ્નમાં ઝળકે છે.
અહીં બત્રીસમા પદમાં પુનઃનોસંજ્ઞી નોઅસંશી જેવો જ બીજો પ્રશ્ન છે અર્થાત્ સિદ્ધ ભગવંતોને અસંયત, સંયત, સંયતાસંયત, એ ત્રણે ભાંગાથી પરે, એવા ચતુર્થ ભાંગામાં સ્થાન આપ્યું છે. આપણે સંસી પદમાં ઘણો ખુલાસો કર્યો છે. અહીં વિશેષમાં
28
)