________________
હાથે સંપાદન થવાથી આ સૂમ પ્રશ્ન પર યથેચ્છ પ્રકાશ નાંખવામાં આવ્યો છે.)
- અહીં આપણે એટલું જ કહેશું કે- જે જ્ઞાતા અનાકાર ઉપયોગનું સેવન કરે છે. અર્થાત દર્શન પર્યાયમાં પરિણત થાય છે ત્યારે દર્શન કરે છે અર્થાતુ સામાન્ય ધર્મનો સ્પર્શ કરે છે. પદાર્થને જુએ છે પણ જાણતો નથી. જોવું અને જાણવું બંને ભિન્ન-ભિન્ન પ્રકારનો રસાસ્વાદ છે. “જોવામાં શ્રદ્ધાનો ભાવ પ્રધાન છે,’ જ્યારે જાણવામાં તર્કનો અર્થાત્ “જ્ઞાનનો ભાવ પ્રધાન છે.” તેમાં તે વિશેષ ધર્મોને વાગોળે છે. એક સમયે બે ક્રિયા કદાચ થતી હોય તો પણ ઉપયોગ તો એક જ હોય. અહીં જે વિધાન કર્યુ છે, તે ઉપયોગને આશ્રિત છે.
પ્રથમ સામાન્ય ઉપયોગ વર્તમાન કાલિક હોય છે જ્યારે ‘ઉત્તરકાલિક ઉપયોગ’ સૈકાલિક હોય છે, જે જાણવાનું કામ કરે છે. જાણવું એટલે ચારે તરફથી સમજવું અર્થાત્ દર્શન થયા પછી જ્ઞાતા દર્શનને આધારે સ્વયં જ્ઞાનમાં રમણ કરે છે. લૌકિક દૃષ્ટિએ જોવું અને જાણવું એ સ્પષ્ટ બે ક્રિયા છે. વ્યવહાર દ્રષ્ટિએ બંને ક્રમિક છે, અમે નક્કી થાય છે. અસ્તુ....અહીં આટલું વિવેચન કરી આપણે બીજા પદો ઉપર દ્રષ્ટિપાત કરીએ........
પ્રજ્ઞાપનાના પદો ઉપર વધારે પડતું વિવેચન કરવા જતા મહાગ્રંથ તૈયાર થાય તેમ છે. અહીં તો થોડી મીમાંસા કરી. એક બે પ્રશ્નોને ચર્ચા, પ્રજ્ઞાપના ભગવતીની ઊંડાઈનું રહસ્યોદ્ઘાટન કરવું એજ ભક્તિ શ્રદ્ધાથી લખાયું છે. અસ્તુ .
હવે આપણે આગળના પદના એક બે પ્રશ્ન ઉપર ચર્ચા કરી સમદર્શન કરાવતાં આમુખને પૂરું કરવા પ્રયાસ કરીશું........ અહીં ગૌતમ સ્વામી પૂછે છે. સંજ્ઞી અસંજ્ઞીના સંબંધમાં અને ત્યાર બાદ ઉત્તરમાં સિદ્ધ ભગવંતને નો સઘળા ળો અનો અર્થાત “નોસંજ્ઞી નોઅસંજ્ઞી” આવો નિર્ણય આપ્યો છે. ખરેખર ! આ પ્રશ્ન સમગ્ર વ્યવહાર રાશિના જીવોની જે ઊર્ધ્વગામિતા થાય છે, તેના ઉપર એક નવો જ પ્રકાશ પાથરે છે, તે એક ઊંડો વિચાર માંગે છે. “અવ્યવહાર રાશિથી લઈ મોક્ષ સુધીની ભવી જીવની યાત્રા છે.” એટલે ભવી જીવ આશ્રી મોક્ષનું સ્વરૂપ તૈયાર થયું છે. આ આખી યાત્રામાં ઉદય ભાવ પરિણામો, ક્ષયોપશમ પરિણામો કે બીજા ઉપશમ કે ક્ષાયિક પરિણામો મુખ્ય ભાવ ભજવે છે. અંતે તો ક્ષયોપશમ, ઉપશમ ભાવ પણ શમી જાય છે અને ક્ષાયિક ભાવ ચૌદમા ગુણસ્થાન સુધી જીવને ખેંચી જાય છે. વચ્ચગાળામાં જીવને અનાદિકાળથી જે ભાવો હતા નહીં, તેવા ભાવો પ્રાપ્ત થાય છે અને છેવટે તેવા ઉજ્જવળ ભાવો પણ વિલુપ્ત થઈ, જીવ મોક્ષગતિ પામે છે............
એકેન્દ્રિયપણું કે અસંજ્ઞીપણું જીવની પ્રથમ સંપત્તિ હતી. ત્યાર બાદ
27