________________
પ્રજ્ઞાપના સૂત્રના આ જ ત્રીસમાં પદમાં– જ્ઞાન-દર્શન સમય-સમય ઉદ્ભવે છે કે ભિન્ન-સમય ઉદ્ભવે છે? તે પ્રશ્ન ઉપાડ્યો છે. આ શાસ્ત્રમાં સ્પષ્ટ જવાબ હોવા છતા આ વિવાદ ઘણો જ જૂનો છે અને પાછળની શતાબ્દીના દાર્શનિક જૈન આચાર્યોએ આ પ્રશ્નને વિવિધ રૂપે તર્કની કસોટી ઉપર ચડાવ્યો અને ચગાવ્યો છે. તેમજ ઘણી જ ઝીણવટપૂર્વક છણાવટ કરીને પક્ષ-વિપક્ષમાં હજારો તર્કો ઉપસ્થિત કર્યા છે. દેખીતી રીતે આ પ્રશ્નના પક્ષ કે વિપક્ષમાં ઉત્તર મળવાથી આધ્યાત્મિક ક્ષેત્રમાં કશો વિશેષ ફરક પડતો નથી તેમજ જૈન દર્શનના સૈદ્ધાંતિક ભાવોમાં કશી વિડંબના ઉદ્ભવતી નથી, પરંતુ જાણવા ખાતર એક નિર્ણય સુધી પહોંચવા પ્રયાસ કરવામાં આવ્યો છે કારણ કે જૈન દર્શન એ તત્ત્વ સંબંધી નિર્ણાયક દર્શન છે. નિશ્ચિત ઉત્તર આપવો અને સ્યાદ્વાદની કસોટી પર ખરો ઉતરે તેવો જવાબ એ જૈન દર્શનની તાસીર છે, આ બુદ્ધિથી પરે છે, સમજી શકાય તેવું નથી; તેવો જવાબ ભાગ્યે જ જૈન આગમોમાં જોવા મળે છે. તેવા વિષય પરત્વે જૈન સંતો કેવળી ગમ્ય કહીને ઇતિશ્રી કરે છે. અસ્તુ .
હવે આપણે મૂળવાત પર આવીએ. દર્શન અને જ્ઞાન એક પ્રકારે ક્રમિક જ્ઞાનનો જ પ્રકાર છે. જેમ કુંભાર માટીમાંથી ઘડો બનાવે અને જ્યારે તેનો ચાકડો શરુ થાય ત્યારે ઘડાની પ્રથમ અવસ્થા નિર્માણ થાય છે, પછી ક્રમશઃ આગળ વધતા ઘડો આકાર પામે છે. પ્રથમ ઘડાની નિરાકાર અવસ્થા હતી. જેને આપણે દર્શનની ઉપમા આપી શકીએ અને ત્યાર બાદ સ્પષ્ટ અવસ્થા, જ્યાં આકાર છે, તેવા સાકાર ને જ્ઞાનની ઉપમા આપી શકાય. નિરાકાર ઘડો અને સાકાર ઘડો, બંને ઘડાનું ક્રમિક રૂપ છે. અહીં વિવાદ એ જ છે કે જે અનાકાર ઘડો છે, તેને પણ સાકાર ગણવો કે કેમ? તર્ક એ છે કે જો ઉત્પત્તિમાં પ્રથમ સમયે આકાર ન હોય તો પાછળથી આકાર જન્મે કેવી રીતે? નિરાકાર ઘડા માં પણ અદશ્યભાવે સાકાર ઘડો સમાયેલો છે. આ વાતનો સ્વીકાર કરીએ તો નિરાકાર અને સાકાર એક સાથે જનમ્યા છે પરંતુ સ્પષ્ટ ભાવે જોવા જઈએ તો નિરાકાર પછી જ સાકારનો જન્મ થયો છે. એક સમયે બે અવસ્થા સંભવતી નથી. શાસ્ત્રકારે પણ અહીં સ્પષ્ટ કર્યુ છે અને દેવાધિદેવ ભગવાન સ્વયં કહે છે કે–ોય ! નો રૂદ્દે સમદ્દે આમ શાસ્ત્રકારનું મંતવ્ય સ્વીકારી લઈએ તો પણ આચાર્યોના વિવાદ ઉપર દષ્ટિપાત કરવો ઘટે છે. આ વિવાદના નિરાકરણ માટે એક માત્ર સાધન, નયનો આધાર છે. જે કાંઈ પ્રરૂપાય છે તે બધુ નય ગમ્ય હોય છે. પ્રમાણ ગમ્ય તો લગભગ અવક્તવ્ય હોય છે. એટલા માટે સપ્તભંગીમાં અવક્તવ્ય ભંગને સ્થાન આપવામાં આવ્યું છે. અહીં જે સમ-સમયનો સિદ્ધાંત છે, તે નૈગમનયની દષ્ટિએ સમાહિત થાય છે, જ્યારે વ્યવહાર દષ્ટિએ તે ક્રમિક છે. યશોવિજયજી મહારાજશ્રીના જ્ઞાનબિન્દુ ગ્રંથમાં આ પ્રશ્નનો ઘણો જ ઝીણવટથી સ્પર્શ કર્યો છે અને શ્રી જિનવિજયજી જેવા વિદ્વાન રત્નના
ૐ
26 ,