________________
કાયાને ક્રિયાવિત બનાવે છે, તેથી કાયિક ક્રિયા કહેવાય છે. જે જીવ કાયાને દુષ્ટરૂપે પ્રવર્તાવે તે દુષ્કૃત બાંધે, સારી રીતે પ્રવર્તાવે તે સુકૃત બાંધે. પુણ્ય-પાપ, કુશળ-અકુશળ ભાવોની પૂર્વભૂમિકા જ ક્રિયા છે. તે ક્રિયાથી જ કર્મ બંધાય છે. કર્મ અને ક્રિયા એક નથી. ક્રિયા કર્મની જનની છે. કર્મ તેનું સંતાન, સંતાનને જન્મ દેતા જનની ૧૮ પાપસ્થાનક બાંધે છે. ક્રિયાના ગર્ભનું પોષણ પાપસ્થાનક કરે છે. ત્યાર પછી કર્મ જન્મ ધારણ કરે છે, માટે જ તો કહ્યું છે–પાવાનું મૂળ = બંને મળીને અર્થ થાય છે પાપ કર્મ.
હે હંસ ! સમજી લે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે ક્રિયા કારિત્વ ભાવ ધરાવતી ન હોય. દરેક ચીજોમાં પ્રવૃત્તિ જ હોય છે. અહીં વિશેષ પ્રવૃત્તિ લઈને ક્રિયા શબ્દનો પ્રયોગ પ્રારંભાયો છે. ક્રિયાના પ્રથમ પાંચ ભેદ દર્શાવ્યા છે. કાયિકી, અધિકરણિકી, પ્રાષિક, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી.
હંસ વીરા!આપણે વિચારીએ તો, સરાગી જીવોને શરીરના સદ્ભાવથી કાયિકી ક્રિયા લાગે છે, અશુભ અધ્યવસાયના સભાવથી અધિકરણિકી ક્રિયા લાગે છે, કષાયના ભાવથી પ્રાષિકી ક્રિયા લાગે છે. આ ત્રણ ક્રિયા સર્વ જીવોને લાગે છે, માટે ત્રણ ક્રિયા તો દરેક જીવો પાસે હોય છે. બાકીની બે ક્રિયા હોય અથવા ન પણ હોય. તેમજ તથા પ્રકારની બે ક્રિયાનો યોગ થતાં ચોથી પારિતાપનિકી અને પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા કોઈક જીવોને નિયમો અથવા ભજનાથી લાગે છે.
આ પાંચે ક્રિયા હિંસા-અહિંસાના લક્ષ્ય સહિત થાય છે, હિંસાના લક્ષ્યથી થતી ક્રિયામાં ૧૮ પાપસ્થાનક સમાયેલા છે. જેમ કે (૧) પ્રાણાતિપાતથી છ કાય જીવોની હિંસા થાય છે. ચોવીસે દંડકમાં આ ક્રિયા લાગ્યા કરે છે, તેથી પ્રથમ પાપસ્થાન બંધાય છે. (૨) મૃષાવાદ પાપ સર્વદ્રવ્યોના સંબંધમાં જીવ કરે છે. (૩) સર્વ દ્રવ્ય રજા વિના ગ્રહણ કરવામાં અદત્તાદાનનું પાપ લગાડે છે. (૪) રૂપવાળા પદાર્થોમાં અથવા રૂપ જોવામાં મૈથુન પાપસ્થાન બાંધે છે. (૫) પરિગ્રહનું પાપ તો સર્વ દ્રવ્યને એકત્રિત કરવામાં લાગે છે. આ રીતે તેનો વિસ્તાર કાયિકી ક્રિયાથી લઈને પચીસ ક્રિયા સુધી લંબાય છે, તેનો હુબહુ ચિતાર આઠ કર્મ, સાત કર્મ, છ કર્મ અને એક કર્મ વગેરે બાંધવામાં આવતી ક્રિયાની ચર્ચા આ પદના મુક્તાફળમાં છે.
અરે....આ મુક્તાફળ તો ઠીક પરંતુ ક્રિયાનું પ્રકરણ તો શ્રી સ્થાનાંગ સૂત્રમાં વિસ્તારથી ભેદ-પ્રભેદ સહિત દર્શાવાયું છે. ત્યાં તો જીવક્રિયા, અજીવ ક્રિયા કહીને, ક્રિયાના ૭ર જેટલા ભેદ કહ્યા છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં તેર ક્રિયા સ્થાન દર્શાવ્યા છે. તત્ત્વાર્થ સૂત્રમાં પચીસ ભેદ અને શ્રી ભગવતી સૂત્રમાં પણ અનેક સ્થળે ક્રિયાનું વર્ણન મળે છે. આ રીતે સાંપરાયિક ક્રિયાથી કર્મ બંધાય છે અને અહિંસાના લક્ષે બંધાતી