________________
૩૧૮
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૩
પાંત્રીસમું પદ
પરિચય
૨૯
ક ક ક ક ક છે
આ પદનું નામ વેદનાપદ છે.
આ પદમાં સંસારી જીવોને અનુભવમાં આવનારી સાત પ્રકારની વેદનાઓનું પ્રતિપાદન ૨૪ દંડકના માધ્યમે કર્યુ છે.
જીવ જ્યાં સુધી છદ્મસ્થ છે, ત્યાં સુધી વિવિધ પ્રકારની અનુભૂતિઓ તેને થતી જ રહે છે. આ અનુભૂતિઓનું મુખ્ય કેન્દ્ર મન છે. મન ઉપર વિવિધ પ્રકારની વેદનાઓ અંકિત થતી રહે છે. જીવ જે રૂપે જે વેદનાને ગ્રહણ કરે છે, તે જ રૂપે તેનો પ્રતિધ્વનિ અનુભૂતિ રૂપે વ્યક્ત થાય છે. શાસ્ત્રકારે આ પદમાં વિવિધ નિમિત્તોથી મન પર અંકિત થનારી વિવિધ વેદનાઓનું દિગ્દર્શન કરાવ્યું છે.
વેદનાના વિભિન્ન અર્થો થાય છે, જેમ કે– વેદના એટલે જ્ઞાન, સુખ દુઃખાદિનો અનુભવ, પીડા, સંતાપ, રોગાદિ જનિત વેદના, કર્મફળ-ભોગ, શાતા-અશાતારૂપ અનુભવ, ઉદયાવલિકા પ્રવિષ્ટ કર્મોનો અનુભવ આદિ.
આ બધા અર્થોને અનુલક્ષીને વેદના સંબંધી સાત દ્વારા આ પદમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ વેદનાઓનું નિરૂપણ છે.
તે સાત દ્વાર આ પ્રમાણે છે– (૧) શીતાદિ વેદના દ્વાર– જેમાં શીત, ઉષ્ણ, શીતોષ્ણ આ ત્રણ વેદનાઓનું નિરૂપણ છે, (૨) દ્રવ્ય દ્વાર– જેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ થનારી વેદનાનું નિરૂપણ છે, (૩) શરીર વેદના દ્વાર– જેમાં શારીરિક, માનસિક અને શારીરિક-માનસિક વેદનાનું વર્ણન છે, (૪) શાતા વેદના દ્વાર– જેમાં શાતા, અશાતા, શાતા-અશાતા વેદનાનું નિરૂપણ છે, (૫) દુઃખવેદના દ્વાર– જેમાં દુઃખરૂપ, સુખરૂપ તથા દુઃખ-સુખરૂપ વેદનાનું પ્રતિપાદન છે, (૬) આભ્યપગમિકી અને ઔપક્રમિકી વેદના દ્વાર– જેમાં આ બંને પ્રકારની વેદનાઓનું નિરૂપણ છે તથા (૭) નિદા-અનિદા વેદના દ્વાર– તેમાં આ બંને પ્રકારની વેદનાઓની પ્રરૂપણા છે.
ત્યાર પછી ૨૪ દંડકના જીવોમાં ઉપરોક્ત સાત પ્રકારની વેદનાનું પ્રતિપાદન છે, યથા– એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યો મનોવેદનાથી રહિત હોય છે, કારણ કે તે અસંજ્ઞી હોય છે. સર્વ વેદનાનો અનુભવ સર્વ સંસારી જીવોને ભિન્ન-ભિન્ન રીતે થાય છે.