________________
[ ૩૧૬]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
તેનાથી સ્પર્શ પરિચારક દેવો અસંખ્યાતગુણા છે અને તેનાથી કાયપરિચારક દેવો અસંખ્યાતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રકારની પરિચારણાઓનું અલ્પબદુત્વ કરવામાં આવ્યું છે. અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા અપરિચારક દેવો છે કારણ કે નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો જ અપરિચારક હોય છે. તેની સંખ્યા અલ્પ હોય છે. (૨) તેનાથી મનપરિચારક દેવો સંખ્યાતગુણા છે, કારણ કે નવમાથી બારમા દેવલોકના દેવો તેનાથી વધુ છે. તેમાં માત્ર ગર્ભજ મનુષ્યો ઉત્પન્ન થતાં હોવાથી તે સંખ્યાતગુણા જ થાય છે. (૩) તેનાથી શબ્દ પરિચારક દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે સાતમા-આઠમા દેવલોકના દેવોની સંખ્યા ત્રીજા પદમાં અસંખ્યાતગુણી કહી છે અને તેમાં અસંખ્ય તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થાય છે. (૪) તેનાથી રૂપ પરિચારક દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે નીચે-નીચેના દેવલોકના દેવો ક્રમશઃ વધુ છે. (૫) તેનાથી સ્પર્શ પરિચારક દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે ત્રીજા ચોથા દેવલોકના દેવો સ્પર્શ પરિચારક છે. (૬) તેનાથી કાયપરિચારક દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે તેમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોકના સર્વ દેવોનો સમાવેશ થાય છે.
પરિચારક-અપરિચારક દેવોના અલ્પબદુત્વને જોતાં સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક દેવોમાં પાંચ પ્રકારની પરિચારણામાંથી કોઈ પણ એક પ્રકારની પરિચારણા હોય છે, પરંતુ વિચારતાં જણાય છે કે કાયિક પરિચારણામાં સ્પર્શ, રૂપદર્શન આદિ સહજ થઈ જાય છે, સ્પર્શ પરિચારણામાં, રૂપદર્શન થાય જ છે. આ રીતે એક પરિચારણાના સેવનમાં અન્ય વિષયોનો સંયોગ થાય જ છે. તેમ છતાં તે-તે દેવોને પરિચારણાની ઇચ્છા એક-એક પ્રકારની હોય છે, તેથી દેવોમાં મુખ્યત્વે એક-એક પરિચારણાનું કથન છે. તેમ સૂત્રનો આશય સમજવો જોઈએ અથવા અલ્પબદુત્વની આ ગણનામાં મુખ્ય પરિચારણાની જ વિવક્ષા હોય તેમ પણ સમજી શકાય છે. દેવોમાં પરિચારણા - પરિચારણા પ્રકાર
વિશેષ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, કાયિક પરિચારણા દેવીઓ છે. મનુષ્યોની જેમ જ કામભોગનું સેવન કરે. ૧-૨ દેવલોકના દેવો | ત્રીજા, ચોથા દેવલોકના દેવો સ્પર્શ પરિચારણા દેવીઓ નથી. પહેલા-બીજા દેવલોકની અપરિગૃહીતા
દેવીઓને બોલાવે, તેના સ્પર્શ, આલિંગન, આદિથી
ઇચ્છાપૂર્તિ. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવો રૂપ પરિચારણા | અપરિગૃહીતાદેવીઓના રૂપ અવલોકનથી ઇચ્છાપૂર્તિ. ૭-૮મા દેવલોકના દેવો શબ્દ પરિચારણા અપરિગૃહીતા દેવીઓના શબ્દ શ્રવણથી ઇચ્છાપૂર્તિ. નવમાથી બારમા દેવલોકના મન પરિચારણા મનથી જ દેવીઓની સાથેના કામભોગની ચિંતવનાથી
ઇચ્છાપૂર્તિ. નવ રૈવેયક, અનુત્તર વિમાનના પરિચારણા રહિત | વેદ મોહનીય કર્મ ઉપશાંત હોય છે. ચારિત્રના પરિણામ દેવો
ન હોવાથી ત્યાગી નથી.
દેવો