________________
| ચોત્રીસમું પદઃ પરિવારજ્ઞા
[ ૩૧૫]
પાંચમા, છઠ્ઠા દેવલોકના દેવોને કાયિક પરિચારણા કે સ્પર્શ પરિચારણા હોતી નથી, તે દેવોને ભોગેચ્છાની પૂર્તિ દેવીઓના વિવિધ પ્રકારના રૂપ દર્શન, અંગોપાંગ દર્શન, દષ્ટિ નિક્ષેપ આદિ દ્વારા થઈ જાય છે.
સાતમા, આઠમા દેવલોકના દેવોને રૂપ પરિચારણા પણ હોતી નથી. તે દેવોને ભોગેચ્છાની પૂર્તિ દેવીઓના મધુર શબ્દ શ્રવણથી થઈ જાય છે.
નવમાથી બારમા દેવલોકના દેવોને શબ્દ પરિચારણા પણ હોતી નથી, તે દેવોને ભોગેચ્છાની પૂર્તિ મનમાં દેવીઓનું ચિંતન કરવા માત્રથી થઈ જાય છે.
આ રીતે બાર દેવલોકના દેવોમાં ઉપર-ઉપરના દેવલોકની વેદમોહનીય કર્મની તીવ્રતા ક્રમશઃ મંદ થતી જાય છે. નવ રૈવેયક અને અનાર વિમાનના દેવોનું વેદમોહનીય કર્મ ઉપશાંત હોવાથી તે દેવોને પરિચારણાની ઇચ્છા થતી નથી. તેમ છતાં તે દેવોને ચારિત્રના પરિણામ ન હોવાથી તે દેવો ત્યાગી કહેવાતા નથી.
કાયિક પરિચારણાથી સ્પર્શ પરિચારણામાં દેવો વિશેષ આનંદની અનુભૂતિ કરે છે. તે જ રીતે રૂપ પરિચારણા, શબ્દ પરિચારણા અને મનપરિચારણામાં ક્રમશઃ અધિક આનંદ અને તૃપ્તિનો અનુભવ થાય છે. ઉપર-ઉપરના દેવલોકના દેવોનું પુણ્ય અધિક હોવાથી તે દેવો અલ્પ પુરુષાર્થે વિશેષ તૃપ્તિને પામે છે.
કાયિક પરિચારણાની જેમ સ્પર્શ પરિચારણા, રૂપ, શબ્દ કે મનપરિચારણામાં પણ દેવતાના શુક્ર પુદગલો દિવ્ય પ્રભાવથી દેવીઓના શરીરમાં પ્રવેશ પામે છે પરંતુ તે વૈક્રિય શરીરના પગલો હોવાથી ગર્ભાધાનનું નિમિત્ત બનતા નથી. દેવીઓ શુક્ર પુગલના સંક્રમણથી પરમ સુખની અનુભૂતિ કરે છે. તે પુગલો દેવીઓના શરીરમાં પાંચ ઇન્દ્રિયો રૂપે, ઇષ્ટ, કાંત, મનોજ્ઞ અને મનોહર પણે પરિણમન પામે છે.
ઉપરના દેવલોકના દેવો મનથી દેવીઓની ઇચ્છા કરે, ત્યારે તે દેવીઓ પોતાના વિશિષ્ટ મતિજ્ઞાનથી તે દેવની ઇચ્છાને જાણે છે, અવધિજ્ઞાનથી નહીં, કારણ કે દેવ-દેવીઓનું અવધિજ્ઞાન પોતાના વિમાનની ધ્વજા સુધીનું જ હોય છે. (૭) અલ્પબદુત્વ દ્વાર:|१९ एएसिणं भंते ! देवाणं कायपरियारगाणं जावमणपरियारगाणं अपरियारगाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा !सव्वत्थोवा देवा अपरियारगा,मणपरियारगा संखेज्जगुणा,सहपरियारगा असंखेज्जगुणा, रूवपरियारगा असंखेज्जगुणा, फासपरियारगा असंखेज्जगुणा, कायपरियारगा असंखेज्जगुणा । ભાવાર્થ :- પ્રહન- હે ભગવન્! કાયપરિચારક યાવત મનપરિચારક અને અપરિચારક દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ! સર્વથી થોડા અપરિચારક દેવો છે, તેનાથી મનપરિચારક દેવો સંખ્યાતગુણા છે, તેનાથી શબ્દ પરિચારક દેવો અસંખ્યાતગુણા છે, તેનાથી રૂપ પરિચારક દેવો અસંખ્યાત ગુણા છે,