________________
૩૧૪ |
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
અન્ય દેવો પાસે જતી નથી. ઉપરના દેવલોકના દેવો અપરિગૃહીતા દેવીઓના સ્પર્શ, રૂપદર્શન, શબ્દ શ્રવણ આદિ દ્વારા પોતાની ઇચ્છા પૂર્તિ કરે છે.
દેવોને અવધિજ્ઞાન હોવાથી જ્ઞાન દ્વારા જ દેવીઓના રૂપનું દર્શન, કે શબ્દશ્રવણ કરી શકે છે તેમ છતાં પરિચારણાના સાધન ઇન્દ્રિયો હોવાથી દેવીઓ તેમની પાસે આવે, ચક્ષુઇન્દ્રિય દ્વારા રૂપદર્શન થાય, કે શ્રોતેન્દ્રિય દ્વારા શબ્દશ્રવણ થાય, ત્યારે તેઓની ઇચ્છાપૂર્તિ થાય છે.
કયા દેવલોકના દેવો કેટલી સ્થિતિવાળી દેવીઓને બોલાવે છે અને કેટલી સ્થિતિવાળી દેવીઓ કયા દેવલોક સુધી જાય છે તેનું સ્પષ્ટીકરણ વ્યાખ્યાકારે વ્યાખ્યામાં(ટકામાં) કર્યું છે.
પહેલા દેવલોકની અપરિગ્રહીતા દેવીની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની અને બીજા દેવલોકની અપરિગ્રહીતા દેવીની સ્થિતિ જઘન્ય સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની છે. પહેલા દેવલોકની દેવીઓ ત્રીજા, પાંચમા અને સાતમા દેવલોકમાં જાય છે તથા નવમા અને અગિયારમા દેવલોકના દેવો તે પહેલા દેવલોકની દેવીઓનું ચિંતન કરે છે. બીજા દેવલોકની દેવીઓ ચોથા, છઠ્ઠા અને આઠમા દેવલોકમાં જાય છે તથા દશમા અને બારમા દેવલોકના દેવો તે બીજા દેવલોકની દેવીઓનું મનથી ચિંતન કરે છે. દેવલોકોમાં જનારી અપરિગ્રહીતા દેવીઓ :દેવલોકની દેવલોકમાં
જનારી અપરિગૃહીતા દેવીઓ સૌધર્મ ત્રિીજા દેવલોકમાં એક પલ્યોપમથી ૧૦ પલ્યોપમની સ્થિતિવાળી ઈશાન | ચોથા દેવલોકમાં | સાધિક એક પલ્યોપમથી ૧૫ પલ્યોપમની સ્થિતિવાળી સૌધર્મ | | પાંચમા દેવલોકમાં | સાધિક ૧૦ થી ૨૦ પલ્યોપમની સ્થિતિવાળી ઈશાન છઠ્ઠાદેવલોકમાં સાધિક ૧૫ થી ૨૫ પલ્યોપમની સ્થિતિવાળી
સાતમા દેવલોકમાં સાધિક ૨૦ થી ૩૦ પલ્યોપમની સ્થિતિવાળી ઈશાન આઠમા દેવલોકમાં | સાધિક ૨૫ થી ૩૫ પલ્યોપમની સ્થિતિવાળી
---- સૌધર્મ નવમા દેવલોકના દેવો
સૌધર્મ સાધિક ૩૦ થી ૪૦ પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓનું
ચિંતન કરે. ઈશાન દશમા દેવલોકમાંના દેવો સાધિક ૩પ થી ૪૫ પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓનું
ચિંતન કરે. સૌધર્મ અગિયારમા દેવલોકના દેવો સાધિક ૪૦ થી ૫૦ પલ્યોપમની સ્થિતિવાળીનું ચિંતન કરે. ઈશાન | બારમાં દેવલોકના દેવો | સાધિક ૪૫ થી ૫૫ પલ્યોપમની સ્થિતિવાળીનું ચિંતન કરે.
આ રીતે ઉપર-ઉપરના દેવલોકના દેવો ક્રમશઃ અધિકાધિક સ્થિતિવાળી દેવીઓના માધ્યમથી પોતાની ઇચ્છા પૂર્તિ કરે છે.
ત્રીજા ચોથા દેવલોકના દેવોને કાયિક પરિચારણા હોતી નથી, તે દેવોને ભોગેચ્છાની પૂર્તિ દેવીઓના સ્પર્શ માત્રથી થઈ જાય છે.
|
| E |
—
|
|
|
|
' સૌધર્મ
|
-
—