________________
| ચોત્રીસ પદઃ પરિવારણા
[ ૩૧૩ ]
१८ तत्थ णं जे ते मणपरियारगा देवा तेसिं इच्छामणे समुप्पज्जइ- इच्छामो णं अच्छराहिं सद्धिं मणपरियारणं करेत्तए, तए णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे खिप्पामेव ताओ अच्छराओ तत्थगयाओ चेव समाणीओ अणुत्तराई उच्चावयाई मणाई संपहारेमाणीओ संपहारेमाणीओ चिटुंति, तए णं ते देवा ताहिं अच्छाराहिं सद्धिं मणपरियारणं करेंति, सेसं णिरवसेसं तं चेव जाव भुज्जो-भुज्जो परिणमंति। ભાવાર્થ:- તે દેવોમાંથી જે દેવો મનપરિચારક હોય છે, તેઓના મનમાં ઇચ્છા ઉત્પન્ન થાય કે અમે અપ્સરાઓ સાથે મનથી પરિચારણા કરીએ. તે દેવો મનમાં આ પ્રમાણે વિચાર કરે, ત્યારે તે અપ્સરાઓ તુરંત જ પોતાના સ્થાન પર રહીને શ્રેષ્ઠ અને વિવિધ પ્રકારના મનોભાવને ધારણ કરે છે ત્યારે તે દેવો, તે અપ્સરાઓની સાથે મનથી પરિચારણા કરે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ યાવતું વારંવાર પરિણત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પરિચારણા કારના માધ્યમે દેવોની પરિચારણા સંબંધી વિવિધ દષ્ટિકોણથી વિચાર કરવામાં આવ્યો છે.
પરિચારણાના પાંચ પ્રકાર છે– (૧) કાયપરિચારણા (૨) સ્પર્શપરિચારણા (૩) રૂપપરિચારણા (૪) શબ્દપરિચારણા અને (૫) મનપરિચારણા. દેવોની પરિચારણા – દેવોમાં પણ વેદ મોહનીય કર્મના ઉદયે વિષયેચ્છા થાય છે પરંતુ દેવો વૈક્રિય લબ્ધિના ધારક હોવાથી પોતાની ઇચ્છાપૂર્તિ વિવિધ રીતે કરે છે. (૧) કેટલાક દેવો, દેવીઓ સહિત હોય અને દેવીઓ સાથે કાયપરિચારણાથી વિષયેચ્છાની તૃપ્તિ કરે છે. (૨) કેટલાક દેવો દેવીઓ રહિત હોવા છતાં અન્ય દેવલોકની દેવીઓને બોલાવીને તેના સ્પર્ધાનુભવ, રૂપદર્શન કે શબ્દ શ્રવણ આદિથી વિષયેચ્છાની પૂર્તિ કરે છે અને કેટલાક દેવો માત્ર મનથી દેવીઓનું સ્મરણ કરીને વિષયેચ્છાની પૂર્તિ કરે છે. (૩) કેટલાક દેવો, દેવીઓ રહિત હોય છે અને તેનું વેદ મોહનીય કર્મ પણ ઉપશાંત હોવાથી તે દેવોને વિષયેચ્છા થતી જ નથી. (૪) કોઈ પણ દેવો, દેવીઓ સહિત હોય અને કાયપરિચારણા-વિષયેચ્છાથી રહિત હોય તેવું થતું નથી. જે દેવોને દેવીઓ હોય તે દેવો અવશ્ય કાયપરિચારણા(મૈથુન સેવન) કરે છે. કોઈ પણ દેવલોકના દેવો દેવી સહિત હોય તો તેઓ કાયપરિચારણા રહિત હોતા નથી. પરિચારણા પદ્ધતિ :- પ્રત્યેક દેવોના વેદમોહનીય કર્મના ઉદયમાં તીવ્રતા-મંદતા હોય છે તેમજ પ્રત્યેક દેવોના પુણ્યમાં તરતમતા હોય છે તેથી તે તે દેવો પોતાના પુણ્ય અને ઋદ્ધિ પ્રમાણે વિવિધ રીતે પોતાની ઇચ્છાપૂર્તિ કરે છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોક સુધી દેવીઓ હોય છે. તે દેવોને મનુષ્યોની જેમ કાયિક પરિચારણા હોય છે. ત્યાર પછીના દેવલોકમાં દેવીઓ નથી. તે દેવોને જ્યારે વિષયેચ્છા જાગૃત થાય, ત્યારે પહેલા-બીજા દેવલોકની અપરિગુહીતા દેવીઓને બોલાવે છે. પરિગૃહીતા દેવીઓ