________________
| ३१२ ।
श्री पन११॥ सूत्र: भाग-3
ભગવન્! તે શુક્ર પુદ્ગલ અપ્સરાઓ માટે કયા રૂપે વારંવાર પરિણત થાય છે?
ઉત્તર-હે ગૌતમ! તે શુક્ર પુલો અપ્સરાઓને શ્રોતેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયરૂપે, ઇષ્ટ, કમનીય, મનોજ્ઞ, મનોહર, સુંદર સૌભાગ્યરૂપે, યૌવન-ગુણ-લાવણ્યરૂપે વારંવાર પરિણત થાય છે. १५ तत्थ णं जे ते फासपरियारगा देवा तेसि णं इच्छामणे समुप्पज्जइ, एवं जहेव कायपरियारगा तहेव णिरवसेसं भाणियव्वं । ભાવાર્થ :- દેવોમાંથી જે દેવો સ્પર્શ પરિચારક છે. તેઓના મનમાં ઇચ્છા ઉત્પન્ન થાય ત્યારે, જે રીતે કાયપરિચારક દેવોની વક્તવ્યતા કહી છે, તેવી જ રીતે અહીં પણ સમગ્ર વક્તવ્યતા કહેવી જોઈએ. |१६ तत्थ णं जे ते रूवपरियारगा देवा तेसि णं इच्छामणे समुप्पज्जइ- इच्छामो णं अच्छराहिं सद्धिं रूवपरियारणं करेत्तए, तए णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे तहेव जाव उत्तरवेउब्वियाई रूवाई विउव्वंति, विउव्वित्ता जेणामेव ते देवा तेणामेव उवागच्छंति, तेणामेव उवागच्छित्ता तेसिं देवाणं अदूरसामंते ठिच्चा ताई ओरालाई जाव मणोरमाई उत्तरवेउव्वियाई रूवाई उवदंसेमाणीओ चिट्ठति, तए णं ते देवा ताहिं अच्छराहिं सद्धिं रूवपरियारणं करेंति, सेसं तं चेव जाव भुज्जो-भुज्जो परिणमंति ।। ભાવાર્થ :- દેવોમાંથી જે દેવો રૂપપરિચારક છે, તેઓના મનમાં ઇચ્છા ઉત્પન્ન થાય કે અમે અપ્સરાઓની સાથે રૂપપરિચારણા કરીએ. તે દેવો મનથી આ પ્રકારનો વિચાર કરે ત્યારે તે દેવીઓ થાવત ઉત્તરવૈક્રિય રૂપની વિકર્વણા કરે છે, વિફર્વણા કરીને તે દેવો જ્યાં હોય છે, ત્યાં આવે છે અને પછી તે દેવોથી ન અતિ દૂર કેન અતિ નજીક સ્થિત થઈને, તે ઉદાર યાવતું મનોરમ ઉત્તરક્રિય રૂપને દેખાડતીદેખાડતી ઊભી રહે છે. ત્યારપછી તે દેવો તે અપ્સરાઓની સાથે રૂપપરિચારણા કરે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ છે યાવતું તે શુક્ર પુદ્ગલો વારંવાર પરિણત થાય છે. १७ तत्थ णं जे ते सहपरियारगा देवा तेसि णं इच्छामणे समुप्पज्जइ- इच्छामो णं अच्छराहिं सद्धिं सहपरियारणं करेत्तए, तए णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे तहेव जाव उत्तरवेउब्बियाई रूवाई विउव्वंति, विउवित्ता जेणामेव ते देवा तेणामेव उवागच्छंति, उवागच्छित्ता तेसिं देवाणं अदूरसामंते ठिच्चा अणुत्तराई उच्चावयाई सद्दाइं समुदीरेमाणीओ समुदीरेमाणीओ चिट्ठति, तए णं ते देवा ताहिं अच्छराहिं सद्धिं सद्दपरियारणं करेंति, सेसं तं चेव जाव भुज्जो-भुज्जो परिणमति ।। ભાવાર્થ – તે દેવોમાંથી જે દેવો શબ્દ પરિચારક હોય છે, તેઓના મનમાં ઇચ્છા ઉત્પન્ન થાય કે અમે અપ્સરાઓની સાથે શબ્દ પરિચારણા કરીએ. તે દેવો આ પ્રમાણે મનમાં વિચાર કરે ત્યારે દેવીઓ યાવત ઉત્તર વૈક્રિય રૂપોની વિદુર્વણા કરીને જ્યાં તે દેવો હોય છે ત્યાં આવે છે. તે દેવોથી ન અતિ દૂર કે ન અતિ નજીક રહીને સર્વોત્કૃષ્ટ ઉચ્ચ-મંદ સ્વરે શબ્દોનું વારંવાર ઉચ્ચારણ કરતી ઊભી રહે છે. આ પ્રમાણે દેવો તે અપ્સરાઓની સાથે શબ્દ પરિચારણા કરે છે. શેષ કથન પૂર્વવત્ યાવતું વારંવાર પરિણત થાય છે.