________________
| ચોત્રીસમું પદઃ પરિચારણા
[ ૩૧૧ ]
પરિચારણા (૩) રૂપ પરિચારણા (૪) શબ્દ પરિચારણા અને (૫) મનપરિચારણા
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પરિચારણાના પાંચ પ્રકાર છે, જેમ કે- કાયપરિચારણા થાવતું મનપરિચારણા ?
ઉત્તર-હે ગૌતમ! ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને સૌધર્મ ઈશાનકલ્પના દેવો કાયપરિચારક હોય છે. સનસ્કુમાર અને માહેન્દ્ર દેવલોકના દેવો સ્પર્શ પરિચારક હોય છે. બ્રહ્મલોક અને લાંતક કલ્પના દેવો રૂપ પરિચારક હોય છે. મહાશુક્ર અને સહસાર કલ્પના દેવો શબ્દ પરિચારક હોય છે. આણત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પના દેવો મનપરિચારક હોય છે. રૈવેયક અને અનુત્તરોપપાતિક દેવો અપરિચારક હોય છે. તેથી હે ગૌતમ! પરિચારણાના પાંચ પ્રકાર કહ્યા છે યાવતું મનપરિચારણા. |१४ तत्थ णं जे ते कायपरियारगा देवा तेसि णं इच्छामणे समुप्पज्जइ- इच्छामो णं अच्छराहिं सद्धिं कायपरियारणं करेत्तए, तए णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे खिप्पामेव ताओ अच्छराओ ओरालाई सिंगाराई मणुण्णाई मणोहराई मणोरमाइं उत्तरवेउव्वियाई रूवाइं विउव्वंति, विउवित्ता तेसिं देवाणं अंतियं पाउब्भवंति, तए णं ते देवा ताहिं अच्छराहिं सद्धिं कायपरियारणं करेंति । से जहाणामए सीया पोग्गला सीयं पप्प सीयं चेव अइवइत्ताणं चिटुंति, उसिणा वा पोग्गला उसिणं पप्प उसिणं चेव अइवइत्ता णं चिट्ठति । एवामेव तेहिं देवेहिं ताहिं अच्छाराहिं सद्धिं कायपरियारणे कए समाणे से इच्छामणे खिप्पामेवावेइ ।
अत्थि णं भंते ! तेसिं देवाणं सुक्कपोग्गला ? गोयमा ! हंता अत्थि । ते णं भंते! तासिं अच्छराणं कीसत्ताए भुज्जो-भुज्जो परिणमंति?
___ गोयमा ! सोइंदियत्ताए चक्खिदियत्ताए घाणिंदियत्ताए रसिंदियत्ताए फासिंदियत्ताए इट्टत्ताए कंतत्ताए मणुण्णत्ताए मणामत्ताए सुभगत्ताए सोहग्ग-रूवजोव्वण-गुणलावण्णत्ताए ते तासिं भुज्जो-भुज्जो परिणमंति । ભાવાર્થ :- દેવોમાંથી જે દેવો કાયપરિચારક(કાયાથી વિષયેચ્છાની પૂર્તિ કરનારા) છે. તેઓના મનમાં ઇચ્છા ઉત્પન્ન થાય છે કે અમે અપ્સરાઓની સાથે કાયાથી વિષયેચ્છાને તૃપ્ત કરીએ. તે દેવો મનથી આ પ્રકારનો વિચાર કરે ત્યારે તે અપ્સરાઓ વૈક્રિયલબ્ધિ દ્વારા શ્રેષ્ઠ શૃંગારયુક્ત, મનોજ્ઞ, મનોહર અને મનોરમ ઉત્તરક્રિયરૂપની વિમુર્વણા કરે છે.
આ પ્રમાણે વિદુર્વણા કરીને તે અપ્સરાઓ, તે દેવો પાસે આવે છે. ત્યારે તે દેવો તે અપ્સરાઓ સાથે કાયપરિચારણા કરે છે. જેવી રીતે શીત યુગલો શીતયોનિવાળા પ્રાણીને પ્રાપ્ત કરીને અત્યંત શીતાવસ્થાને પામે છે અથવા ઉષ્ણ પગલો, ઉષ્ણ-યોનિવાળા જીવોને પામી અત્યંત ઉષ્ણાવસ્થાને પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે તે દેવો અપ્સરાઓની સાથે કાયાથી પરિચારણા કરે ત્યારે તેઓનું ઇચ્છામન તરત જ તૃપ્ત થઈ જાય છે.
પ્રશ્ન- હે ભગવન્! શું તે દેવોને શુક્ર-પુદ્ગલ હોય છે? ઉત્તર– હા, ગૌતમ! હોય છે. પ્રશ્ન- હે