________________
૩૦૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
આ રીતે તેમાં ચોથોભંગ ઘટિત થાય છે. અમારી સમ્યગુદષ્ટિ, પરંપરોપપન્નક અને અવધિજ્ઞાનના ઉપયોગ સહિત દેવો આહાર યોગ્ય પુદ્ગલોને જાણે છે, જુએ છે અને આહાર કરે છે; તેમાં પ્રથમ વિકલ્પ ઘટિત થાય છે અને માયી મિથ્યાદષ્ટિ, અનંતરોપપન્નક, અપર્યાપ્તા અને અવધિજ્ઞાનના ઉપયોગ રહિત દેવો આહાર યોગ્ય પુદ્ગલોને જાણતા અને જોતા નથી પરંતુ આહાર કરે છે. આ રીતે વૈમાનિક દેવોમાં આહાર સંબંધી બે વિકલ્પ થાય છે.
વૈમાનિક દેવોમાં પહેલા દેવલોકથી નવગ્રેવેયક સુધીના દેવોમાં માયી મિથ્યાદષ્ટિ અને અમાથી સમ્યગ્દષ્ટિ બંને પ્રકારના દેવો હોય છે. અનુત્તર વિમાનના દેવો અમાયી સમ્યગુદષ્ટિ જ હોય છે. જીવોમાં આહારના પગલોને જાણવા-જોવા સંબધી ભંગ :કમ જીવ પ્રકાર
પ્રથમ ભંગ બીજો ભંગ | ત્રીજો ભંગ | ચોથો ભંગ જાણે-અજાણે-ન જુએ ન જાણે-જુએ ન જાણે-ન જુએ
આહાર કરે! આહાર કરે | આહાર કરે | આહાર કરે નૈરયિક, ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય,
૧
|
ચૌરેન્દ્રિય જીવો | X | X | Y | તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો
- વૈમાનિક દેવો | જ | ઝ | X | Y (૪) અધ્યવસાય દ્વાર :|१० रइयाणं भंते ! केवइया अज्झवसाणा पण्णत्ता ?
गोयमा ! असंखेज्जा अज्झवसाणा पण्णत्ता । ते णं भंते ! किं पसत्था अप्पसत्था ? गोयमा ! पसत्था वि अप्पसत्था वि । एवं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! નૈરયિકોના કેટલા અધ્યવસાયો હોય છે?
ઉત્તર– હે ગૌતમ! અસંખ્યાતા અધ્યવસાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તે અધ્યવસાયો પ્રશસ્ત હોય છે કે અપ્રશસ્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે પ્રશસ્ત પણ હોય છે અને અપ્રશસ્ત પણ હોય છે. આ જ રીતે વૈમાનિકો સુધીનું કથન જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમસ્ત સંસારી જીવોના અધ્યવસાયોનું કથન છે. અધ્યવસાય- સંસારી જીવોના આત્મપરિણામોને અધ્યવસાય કહે છે. અધ્યવસાય, પરિણામ તથા ભાવલેશ્યા આ ત્રણેનું તાત્પર્ય એક જ થાય છે.
પ્રત્યેક જીવ કર્માધીન છે. પૂર્વકૃત કર્મોના ઉદયે અને વર્તમાનકાલીન સંયોગો અનુસાર તેના અધ્યવસાયોમાં પરિવર્તન થયા જ કરે છે.