________________
| ચોત્રીસમું પદઃ પરિચારણા
૩૦૭.
તે જીવો જોતા નથી. આ રીતે મનુષ્યો અને તિર્યચોમાં જ્ઞાન-દર્શનની યોગ્યતામાં વિવિધતા હોવાથી પ્રક્ષેપાહાર અને લોમાહારની અપેક્ષાએ ચાર-ચાર વિકલ્પ થાય છે. પ્રક્ષેપાહારની અપેક્ષાએ ચાર વિકલ્પ– (૧) કેટલાક જીવો સમ્યગુજ્ઞાનથી જાણે છે, ચક્ષુઇન્દ્રિયના ઉપયોગથી જુએ છે અને આહાર કરે છે. (૨) કેટલાક જીવો સમ્યગુજ્ઞાનથી જાણે છે, ચક્ષુઇન્દ્રિયના ઉપયોગ રહિત હોવાથી જોતા નથી અને આહાર કરે છે. (૩) કેટલાક જીવો સમ્યગુજ્ઞાનના અભાવે જાણતા નથી, ચક્ષુઇન્દ્રિયથી જુએ છે અને આહાર કરે છે. (૪) કેટલાક જીવો સમ્યગુજ્ઞાનના અભાવે જાણતા નથી, ચક્ષુઇન્દ્રિયના અભાવે જોતા નથી અને આહાર કરે છે. લોમાહારની અપેક્ષાએ ચાર વિકલ૫– નિરંતર ગ્રહણ થતાં લોમાહાર યોગ્ય સૂક્ષ્મ પુદ્ગલો અવધિજ્ઞાન-દર્શનથી જાણી અને જોઈ શકાય છે, તેથી તે અપેક્ષાએ ચાર વિકલ્પ થાય છે– (૧) કેટલાક જીવો અવધિજ્ઞાનથી જાણે છે, અવધિદર્શનથી જુએ છે અને આહાર કરે છે. (૨) કેટલાક જીવો અવધિજ્ઞાનથી જાણે છે પરંતુ અવધિદર્શનના ઉપયોગ રહિત હોવાથી જોતા નથી અને આહાર કરે છે. (૩) કેટલાક જીવો અવધિજ્ઞાનના ઉપયોગ રહિત હોવાથી જાણતા નથી, પરંતુ અવધિદર્શનથી જુએ છે અને આહાર કરે છે. (૪) કેટલાક જીવો જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે.
વૈમાનિક દેવોમાં લોમાહાર હોય છે, તે ઉપરાંત દેવો મનોભક્ષી પણ હોય છે. દેવોને કવલાહાર નથી. તે દેવો વિશિષ્ટ અવધિજ્ઞાન-દર્શન દ્વારા આહાર યોગ્ય પુલોને જાણે છે અને જુએ છે. જે દેવોને વિશિષ્ટ અવધિજ્ઞાન હોય તે ઉપરાંત અવધિજ્ઞાનના ઉપયોગ સહિત હોય તે દેવો આહારના પુગલોને જાણી શકે છે અન્ય દેવો જાણી શકતા નથી.
વૈમાનિક દેવોના બે પ્રકાર છે– માયી મિથ્યાદષ્ટિ અને અમાયી સમ્યગુદષ્ટિ. મિથ્યાદષ્ટિ શબ્દ સાથે પ્રયુક્ત માથી શબ્દનો અર્થ આ પ્રમાણે છે– માયી = અનંતાનુબંધી કષાયયુક્ત. જેમ માયાપ્રત્યયા ક્રિયામાં પણ માયા શબ્દ કષાય માત્રનો બોધક છે તેમ અહીં માથી શબ્દ વિશિષ્ટ કષાયનો બોધક છે. મિથ્યાદષ્ટિ જીવોને અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે અને સમ્યગુદષ્ટિ જીવોને અનંતાનુબંધી કષાય હોતા નથી, તેથી મિથ્યાદષ્ટિ માટે માયી અને સમ્યગુદષ્ટિ માટે અમાયી વિશેષણરૂપ શબ્દ પ્રયોગ છે.
માયી મિથ્યાદષ્ટિ દેવોમાં સંકલ્પ માત્રથી ગ્રહણ થતા આહારના સૂમ પુગલોને જાણી કે જોઈ શકે તેવા અવધિજ્ઞાન-દર્શન હોતાં નથી, તેથી તે દેવો આહારના પુદ્ગલોને જાણતા નથી, જોતા નથી પરંતુ આહાર કરે છે. આ રીતે તેમાં એક વિકલ્પ ઘટિત થાય છે.
અમાથી સમ્યગદષ્ટિ દેવોના બે પ્રકાર છે– (૧) ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી અનંતરોત્પન્નક (૨) ઉત્પત્તિના દ્વિતીયાદિ સમયવર્તી પરંપરાત્પન્નક. અનંતરોત્પન્નક જીવની સ્થિતિ એક સમયની છે. છઘોનો ઉપયોગ અસંખ્યાત સમયનો હોવાથી અનંતરોત્પન્નક દેવો જાણી કે જોઈ શકતા નથી પરંતુ આહાર કરે છે. પરંપરાત્પન્નક દેવોના બે પ્રકાર છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં અપર્યાપ્ત અવસ્થામાં વિશિષ્ટ અવધિજ્ઞાન ન હોવાથી આહાર યોગ્ય પગલોને જાણી કે જોઈ શકતા નથી પરંતુ આહાર કરે છે. આ રીતે તેમાં એક ચોથો વિકલ્પ ઘટિત થાય છે.
પર્યાપ્તા દેવોના બે પ્રકાર છે– ઉપયોગ સહિત અને ઉપયોગ રહિત. તેમાં ઉપયોગ રહિત દેવોમાં જાણવા અને જોવાનું સામર્થ્ય હોવા છતાં ઉપયોગના અભાવે જાણતા કે જોતા નથી પરંતુ આહાર કરે છે.