________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
પુદ્ગલોનું જ્ઞાન હોવું જરૂરી નથી. તે પુદ્ગલોનું જ્ઞાન કે દર્શન ન હોવા છતાં તેને ગ્રહણ કરી શકે છે, જેને સમ્યજ્ઞાન હોય તે જીવો આહાર યોગ્ય પુદ્ગલોને જાણી શકે છે અને જેને ચક્ષુરિન્દ્રિયનો ઉપયોગ હોય, તે જીવો તે પુદ્ગલોને જોઈ શકે છે. તે સિવાયના સર્વ જીવો આહાર યોગ્ય પુદ્ગલોને જાણી કે જોઈ શકતા નથી પરંતુ સર્વ જીવો તે પુદ્ગલોને ગ્રહણ કરે છે. આ રીતે જાણવા અને જોવા સંબંધી ચાર વિકલ્પો આ પ્રમાણે છે.
૩૦૬
(૧) જાણે છે, જુએ છે અને આહાર કરે છે. (૨) જાણે છે, જોતા નથી અને આહાર કરે છે. (૩) જાણતા નથી, જુએ છે અને આહાર કરે છે. (૪) જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે.
નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવોને લોમાહાર હોય છે. લોમાહારના પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પુદ્ગલો ચક્ષુરિન્દ્રિયનો વિષય થતા નથી અને નારકી આદિ જીવોને વિશિષ્ટ પ્રકારનું અવધિજ્ઞાન ન હોવાથી આહાર યોગ્ય પુદ્ગલોને જાણતા નથી કે જોતા નથી પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે. આ રીતે નારકી અને જ્યોતિષી સુધીના દેવોમાં એક જ ચોથો ભંગ ઘટિત થાય છે.
પાંચ સ્થાવર જીવોને પણ લોમાહાર જ હોય છે તે ઉપરાંત તે જીવોને અત્યંત અસ્પષ્ટ મતિજ્ઞાન હોવાથી તેમજ એક જ ઇન્દ્રિય હોવાથી લોમાહારના પુદ્ગલોને જાણવાની કે જોવાની કોઈ ક્ષમતા હોતી નથી, તેથી તે જીવો આહારના પુદ્ગલોને જાણતા કે જોતા નથી પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે. તેમાં પણ એક ચોથો ભંગ ઘટિત થાય છે.
બેઇન્દ્રિય—સેઇન્દ્રિય જીવોને લોમાહાર અને કવલાહાર બંને પ્રકારના આહાર હોય છે પરંતુ તે જીવોનું મતિજ્ઞાન અત્યંત અસ્પષ્ટ હોવાથી અને ચક્ષુરિન્દ્રિય ન હોવાથી તે જીવો પણ બંને પ્રકારના આહાર યોગ્ય પુદ્ગલોને જાણતા નથી કે જોતા નથી પરંતુ આહાર કરે છે. તેમાં પણ એક ચોથો ભંગ જ ઘટિત થાય છે.
ચૌરેન્દ્રિય જીવોને ચક્ષુઇન્દ્રિય હોવાથી જુએ છે પરંતુ તે જીવોનું મતિજ્ઞાન અત્યંત અસ્પષ્ટ હોવાથી જાણતા નથી, તેથી તે જીવોમાં બે વિકલ્પ ઘટિત થાય છે– (૧) કેટલાક જીવો સમ્યગજ્ઞાનના અભાવે જાણતા નથી પરંતુ ચક્ષુઇન્દ્રિય દ્વારા જુએ છે અને આહાર કરે છે. (૨) કેટલાક જીવો જાણતા નથી અને ચક્ષુઇન્દ્રિયના ઉપયોગ રહિત હોવાથી અથવા અન્ય વ્યવધાનથી જોતા પણ નથી અને આહાર કરે છે. આ રીતે તેમાં બીજો અને ચોથો બે વિકલ્પ ઘટિત થાય છે.
તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં લોમાહાર અને કવલાહાર બંને પ્રકારના આહાર હોય છે. તેમાં કવલાહાર સ્થૂલ હોવાથી તેનું જ્ઞાન મતિ-શ્રુત જ્ઞાન દ્વારા અને તેનું દર્શન ચક્ષુરિન્દ્રિય દ્વારા થઈ શકે છે.
લોમાહારના પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે મતિ-શ્રુતજ્ઞાનથી જાણી શકાતા નથી તે વિશિષ્ટ અવધિજ્ઞાન-દર્શનથી જ જાણી અને જોઈ શકાય છે.
મનુષ્યો અને તિર્યંચોમાં મતિ, શ્રુત અને અવધિજ્ઞાન તે ત્રણે જ્ઞાન હોય છે તેમજ તીવ્ર ક્ષયોપશમ અને ચક્ષુઇન્દ્રિયની પટુતા પણ હોય છે, તેથી તે જીવોમાં લોમાહ્યર અને કવલાહારને જાણવા-જોવાની કામના હોય છે. જે જીવોમાં અવધિજ્ઞાનાદિ વિશિષ્ટ જ્ઞાન ન હોય તે નિરંતર ગ્રહણ થતા લોમાહારના પુદ્ગલોને જાણતા નથી પરંતુ કવલાહારને જાણે છે. જેને તીવ્ર ક્ષયોપશમ કે ચસુઇન્દ્રિયની પટુતા ન હોય