________________
ચોત્રીસમું પદ : પરિચારણા
८ पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! पुच्छा ?
गोयमा ! अत्थेगइया जाणंति पासंति आहारेंति, अत्थेगइया जाणंति ण पासंति आहारेंति, अत्थेगइया ण जाणंति पासंति आहारेंति, अत्थेगइया ण जाणंति ण पासंति आहारेंति । एवं मणूसाण वि । वाणमंतर - जोइसिया जहा णेरइया । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચોના વિષયમાં પૂર્વવત્ પૃચ્છા ?
૩૦૫
ઉત્તર– હે ગૌતમ ! (૧) કેટલાક પંચેંદ્રિય તિર્યંચો આહાર રૂપે ગ્રહણ કરાતા પુદ્ગલોને જાણે છે, જુએ છે અને આહાર કરે છે, (૨) કેટલાક જાણે છે, જોતા નથી અને આહાર કરે છે, (૩) કેટલાક જાણતા નથી, જુએ છે અને આહાર કરે છે, (૪) કેટલાક પંચેન્દ્રિય તિર્યંચ જાણતા નથી અને જોતા નથી પરંતુ આહાર કરે છે. આ જ રીતે મનુષ્યોના વિષયમાં પણ જાણવું જોઈએ. વાણવ્યંતરો અને જ્યોતિષ્ઠોનું કથન નૈયિકો સમાન જાણવું જોઈએ.
છુ જેમાખિયાળ અંતે ! પુચ્છા ?
गोयमा ! अत्थेगइया जाणंति पासंति आहारेंति, अत्थेगइया ण जाणंति ण पासंति आहार्रेति । से केणट्टेणं भंते ! एवं वुच्चइ - अत्थेगइया जाणंति पासंति आहारेंति, अत्थेगइया ण जाणंति ण पासंति आहार्रेति ?
गोयमा ! वेमाणिया दुविहा पण्णत्ता, तं जहा- माइमिच्छद्दिट्ठिडववण्णगा य अमाइसम्मद्दिविवण्णगा य, एवं जहा इंदियउद्देसए पढमे भणियं तहा भाणियव्वं जाव से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ ।
ભાવાર્થ
:- પ્રશ્ન- હે ભગવન્ ! વૈમાનિક દેવો જે પુદ્ગલોનો આહાર કરે છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) વૈમાનિક દેવો જે પુદ્ગલોનો આહાર કરે છે તેમાં કેટલાક વૈમાનિક દેવો જાણે છે, જુએ છે અને આહાર કરે છે અને (૨) કેટલાક તો જાણતા નથી, જોતા નથી પરંતુ આહાર કરે છે.
પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કેટલાક વૈમાનિકો આહાર રૂપે ગ્રહણ થતા પુદ્ગલોને જાણે છે, જુએ છે અને આહાર કરે છે અને (૨) કેટલાક વૈમાનિકો તે પુદ્ગલોને જાણતા નથી કે જોતા નથી પરંતુ આહાર કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! વૈમાનિક દેવોના બે પ્રકાર છે, જેમ કે– માયીમિથ્યાદષ્ટિ ઉત્પન્નક અને અમાયી સભ્યષ્ટિ ઉત્પન્નક. આ રીતે ઇન્દ્રિય પદના પ્રથમ ઉદ્દેશક અનુસાર સમસ્ત વર્ણન જાણવું યાવત્ તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કથન કર્યું છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવો દ્વારા ગ્રહણ કરાતા આહારના પુદ્ગલોને જાણવા અને જોવા સંબંધી વિચારણા છે.
પ્રત્યેક સંસારી જીવો નિરંતર આહાર યોગ્ય પુદ્ગલોને લોમાહાર રૂપે ગ્રહણ કરે છે અને કેટલાક જીવો પોતાની ઇચ્છાનુસાર કવલાહાર પણ ગ્રહણ કરે છે પરંતુ તે જીવોને આહાર રૂપે ગ્રહણ કરાતા