________________
૩૦૪
શ્રી પન્નવણા સૂa: ભાગ-૩
પાંચ સ્થાવરને છોડીને શેષ ૧૯ દંડકના જીવો જ્યારે પોતાની ઇચ્છાથી ઉપયોગપૂર્વક આહાર કરે, ત્યારે આભોગનિવર્તિત આહાર હોય અને તે સિવાય નિરંતર ગ્રહણ થતો લોમાહાર અનાભોગ નિર્વર્તિત આહાર છે.
પાંચ સ્થાવર જીવોમાં આભોગનિવર્તિત આહાર નથી. એકેન્દ્રિયોની ચેતના અત્યંત અલ્પવિકસિત છે. તે જીવોને કોઈ સ્પષ્ટ ઇચ્છા જણાતી નથી, તેથી તેઓને આભોગનિવર્તિત આહાર હોતો નથી. તે જીવોને નિરંતર અનાભોગ નિર્વર્તિત આહાર હોય છે.
વિકલેન્દ્રિય જીવો અસંજ્ઞી હોવાથી તેને મન નથી, પરંતુ તે જીવોની ચેતના કંઈક વિકસિત હોય છે, તેથી તેને આહારેચ્છા તથા આહારની પ્રાપ્તિ માટે ગમનાગમન વગેરે ક્રિયા હોય છે. કર્મગ્રંથ અનુસાર તે જીવોમાં દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. તે ઉપરાંત વિકસેન્દ્રિય જીવોને કવલ આહાર પણ હોય છે. કવલાહાર આભોગ નિર્વર્તિત છે, તેથી વિકસેન્દ્રિય જીવોમાં આભોગ નિર્વર્તિત આહાર હોય છે પરંતુ એકેન્દ્રિયોમાં આભોગનિવર્તિત આહાર નથી.
અઠ્ઠાવીસમા આહાર પદમાં જીવોમાં આભોગ નિવર્તિત અને અનાભોગ નિર્વર્તિત બંને પ્રકારના આહારનું કથન કર્યું છે. ત્યાં એકેન્દ્રિયમાં આભોગ અને અનાભોગના વિકલ્પ વિના જ નિરંતર આહારનું કથન છે. ૨૪ દંડકમાં આભોગ–અનાભોગ નિર્વતિત આહાર :જીવ પ્રકાર આહાર
વિવરણ એકેન્દ્રિયમાં
અનાભોગ નિર્વતિત એક જ ઇન્દ્રિય હોવાથી એકેન્દ્રિય સિવાય ૧૯ દંડકમાં આભોગ નિર્વર્તિત ઇચ્છાપૂર્વક આહાર ગ્રહણ કરે ત્યારે થાય છે.
અનાભોગ નિર્વર્તિત નિરંતર લોમાહાર થાય છે, તે અનાભોગ (૩)પુગલજ્ઞાન દ્વાર:|६ रइया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेहति ते किं जाणंति पासंति आहारैति ? गोयमा ! ण जाणंति ण पासंति, आहारैति । एवं जाव तेइदिया । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો જે પુલોને આહારરૂપે ગ્રહણ કરે છે, શું તેઓ તે પુગલોને જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે કે જાણતા નથી, જોતા નથી પરંતુ આહાર કરે છે?
ઉત્તર– હે ગૌતમ! તેઓ જાણતા નથી, જોતા નથી. પરંતુ તે પુગલોનો આહાર કરે છે. આ જ રીતે દશ ભવનપતિ દેવો, પાંચ સ્થાવર, બેઇન્દ્રિય અને તે ઇન્દ્રિયના વિષયમાં જાણવું જોઈએ. | ७ चउरिदियाणं भंते ! पुच्छा? गोयमा ! अत्थेगइया ण जाणंति पासंति आहारैति, अत्थेगइया ण जाणंति ण पासंति आहारैति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચૌરેન્દ્રિયના વિષયમાં પૂર્વવતુ પૃચ્છા?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક ચૌરેન્દ્રિયો આહાર રૂપે ગ્રહણ કરાતા પુગલોને જાણતા નથી, પણ જુએ છે અને આહાર કરે છે, કેટલાક જાણતા નથી અને જોતા નથી, પરંતુ આહાર કરે છે.