________________
ચોત્રીસમું પદ : પરિચારણા
સમસ્ત સંસારી જીવોમાં આ છ ક્રિયામાંથી પ્રથમ ચાર પ્રક્રિયાઓ તો ક્રમથી જ થાય છે. પ્રત્યેક જીવ પોત-પોતાના ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થતાંની સાથે જ ઓજ આહાર ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કર્યા પછી તેના શરીરની રચના થાય છે. શરીર રચના થયા પછી લોમાહાર દ્વારા સ્વશરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને ત્યાર પછી તે ગ્રહણ કરેલા પુદ્ગલોનું ઈન્દ્રિયાદિરૂપે પરિણમન કરે છે. આ ચાર ક્રિયા ક્રમશઃ થયા પછી જીવ પરિચારણા અથવા વિકુવર્ણા કરે છે. તેમાં નૈરયિકો પોતાની ઇન્દ્રિયો પુષ્ટ બન્યા પછી શબ્દાદિ વિષયોનો ઉપભોગ અર્થાત્ પરિચારણા કરે છે અને ત્યાર પછી શબ્દાદિ ભોગના હર્ષાતિરેકથી વિશિષ્ટ ભોગની અભિલાષાથી વિષુવર્ણા કરે છે. તે જ રીતે વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં પણ વૈક્રિય લબ્ધિવાન જીવોમાં પૂર્વોક્ત ચાર ક્રિયા ક્રમશઃ થયા પછી પરિચારણા અને ત્યાર પછી વિષુવર્ણા થાય છે. શેષ ચાર સ્થાવર જીવો અને ત્રણ વિક્લેન્દ્રિયોમાં વૈક્રિયલબ્ધિ હોતી નથી, તેથી તે જીવોમાં પરિચારણા સુધીની પાંચે ક્રિયાઓ ક્રમશઃ થાય છે. ભવનપતિ, વ્યંતર,જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં અનંતરાહાર, શરીર રચના, પુદ્ગલ ગ્રહણ અને તેનું પરિણમન તે ચાર ક્રિયા ક્રમશઃ થયા પછી વિકુર્વણા છે અને ત્યાર પછી પરિચારણા કરે છે, કારણ કે દેવોનો તથાપ્રકારનો સ્વભાવ જ હોય છે. મૂળ ટીકામાં કહ્યું છે કે—
पुव्वं विउव्वणा खलु, पच्छा परियारणा सुरगणाणं । सेसाण पुव्वपरियारणा उ, पच्छा विउव्वणया ॥
૩૦૩
બધા દેવોને પહેલા વિવર્ણા અને પછી પરિચારણા હોય છે. શેષ સર્વ જીવોને પહેલાં પરિચારણા અને પછી વિક્ર્વણા હોય છે. દેવોને વિશિષ્ટ શબ્દાદિના ઉપભોગની અભિલાષા થાય, ત્યારે તેઓ પહેલાં વૈક્રિયરૂપ બનાવે છે, પછી શબ્દાદિ વિષયોના ઉપભોગ રૂપ પરિચારણા કરે છે.
(ર) આભોગ–અનાભોગ આહાર દ્વાર :
५ णेरइयाणं भंते ! आहारे किं आभोगणिव्वतिए अणाभोगणिव्वतिए ?
गोयमा ! आभोगणिव्वतिए वि अणाभोगणिव्वतिए वि । एवं असुरकुमाराणं जाव वेमाणियाणं, णवरं - एगिंदियाणं णो आभोगणिव्वत्तिए, अणाभोगणिव्वत्तिए । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! નૈરિયકોનો આહાર આભોગ નિર્વર્તિત હોય છે કે અનાભોગ નિર્વર્તિત હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! નૈયિકોનો આહાર આભોગ નિર્વર્તિત પણ હોય છે અને અનાભોગ નિર્વર્તિત પણ હોય છે. આ જ રીતે અસુરકુમારથી લઈને વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે એકેન્દ્રિય જીવોનો આહાર આભોગ નિર્વર્તિત હોતો નથી, અનાભોગ નિર્વર્તિત જ હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોમાં બે પ્રકારના આહારનું કથન છે. આહારના બે પ્રકાર છે– આભોગનિવર્તિત આહાર અને અનાભોગનિર્વર્તિત આહાર.
(૧) આભોગ–અનાભોગ નિર્વર્તિતઆહાર :– ઇચ્છાપૂર્વક ગ્રહણ કરાતો આહાર આભોગ નિર્વર્તિત છે તથા મનપ્રણિધાનપૂર્વક ગ્રહણ કરાતો આહાર આભોગનિર્વર્તિત છે અને ઇચ્છા વિના સ્વતઃ નિરંતર ગ્રહણ કરાતો આહાર અનાભોગ નિર્વર્તિત છે અને તે ઓજાહાર અથવા લોમાહારરૂપ હોય છે.