________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું વૈરિયકો અનંતરાહારક હોય છે ? ત્યાર પછી તેઓના શરીરની નિષ્પતિ થાય છે ? ત્યારપછી પર્યાદાનતા–પુદ્ગલોનું ગ્રહણ થાય છે ? પછી તેનું ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન થાય છે ? ત્યાર પછી પરિચારણા કરે છે અને ત્યાર પછી વિપુર્વણા કરે છે ?
૩૦૨
ઉત્તર– હા, ગૌતમ ! નૈરિયકો અનંતરાહારક હોય છે, પછી તેઓના શરીરની નિષ્પત્તિ(રચના) થાય છે, ત્યારપછી પુદ્ગલ ગ્રહણ અને તેનું પરિણમન થાય છે, ત્યારપછી પરિચારણા અને ત્યાર પછી વિકુર્વણા કરે છે.
३ असुरकुमारा णं भंते ! अणंतराहारा, तओ णिव्वत्तणया, तओ परियाइयया तओ परिणामणया, तओ विउव्वणया, तओ पच्छा परियारणया ?
गोयमा ! असुरकुमारा अणंतराहारा, तओ णिव्वत्तणया जाव तओ पच्छा परियारणया । एवं जाव थणियकुमारा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! શું અસુરકુમારો પણ અનંતરાહારક હોય છે ? ત્યાર પછી તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે ? પછી તેઓ ક્રમશઃ પુદ્ગલ ગ્રહણ, તેનું પરિણમન, વિકુર્વણા અને ત્યાર પછી પરિચારણા કરે છે ? ઉત્તર– હા, ગૌતમ અસુરકુમારો અનંતરાહારી હોય છે, પછી તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે યાવત્ ત્યાર પછી તેઓ પરિચારણા કરે છે. આ જ રીતે સ્તનિતકુમાર સુધી જાણવું જોઈએ. ४ पुढविक्काइया णं भंते ! अणंतराहारा, तओ णिव्वत्तणया, तओ परियाइयणया, तओ परिणामणया य, तओ परियारणया, तओ विउव्वणया ?
हंता गोयमा ! तं चैव जाव परियारणया, णो चेव णं विउव्वणया । एवं जाव चउरिंदिया, णवरं - वाउक्काइया पंचेंदियतिरिक्खजोणिया मणुस्सा य जहा णेरइया । वाणमंतर-जोइसिय-वेमाणिया जहा असुरकुमारा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું પૃથ્વીકાયિકો અનંતરાહારક હોય છે ? પછી તેઓના શરીરની નિષ્પત્તિ થાય છે ? તત્પશ્ચાત્ પુદ્ગલ ગ્રહણ, પરિણમન, પરિચારણા અને ત્યાર પછી શું વિકુર્વણા કરે છે ?
ઉત્તર– હા, ગૌતમ ! પૃથ્વીકાયિકોની વક્તવ્યતા યાવત્ પરિચારણા પર્યંતનું કથન આ જ રીતે જાણવું જોઈએ, પરંતુ તેઓ વિકુર્વણા કરતા નથી. આ જ રીતે ચૌરેન્દ્રિય સુધી કથન કરવું જોઈએ; વિશેષતા એ છે કે વાયુકાયિક, પંચેંદ્રિય તિર્યંચ અને મનુષ્યોના વિષયમાં નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોની વક્તવ્યતા અસુરકુમારોની વક્તવ્યતાની સમાન જાણવી જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવોના વિષયમાં અનંતરાહાર આદિ છ બોલોના ક્રમની વિચારણા છે. છ બોલના વિશેષાર્થ આ પ્રમાણે છે– અનંતરાહાર– ઉત્પત્તિ ક્ષેત્રમાં ઉત્પન્ન થતાં જ આહાર કરવો. નિર્વર્તના– શરીરની નિષ્પત્તિ(રચના). પર્યાદાનતા– શરીર રચના થયા પછી અંગ-ઉપાંગ દ્વારા લોમાહારથી પુદ્ગલોને ગ્રહણ કરવા. પરિણમન– ગ્રહિત પુદ્ગલોને શરીર, ઇન્દ્રિય આદિરૂપે પરિણત કરવા. પરિચારણા– યથાયોગ્ય શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરવો. વિધુર્વણા– વૈક્રિય લબ્ધિના સામર્થ્યથી વિક્રિયા કરવી.