________________
ચોત્રીસ પદ પરિવારણા
_.
૩૦૧ |
-ચોત્રીસમું પદઃ પરિચારણા
વિષય નિર્દેશઃ
अणंतरागयआहारे, आहाराभोगणाइ य । पोग्गला व जाणंति, अज्झवसाणा य आहिया ॥१॥ सम्मत्तस्स अभिगमे, तत्तो परियारणा य बोद्धव्वा ।
काए फासे य रूवे, सद्दे मणे य अप्पबहु ॥२॥ ભાવાર્થઃ- (૧) અનંતરાગત આહાર, (૨) આહાર-આભોગાદિ, (૩) આહાર રૂપ ગ્રહણ કરેલા પુદ્ગલોને જાણતા નથી, (૪) અધ્યવસાયો, (૫) સમ્યત્વનો અભિગમ, (૬) કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન સંબંધિત પરિચારણા અને (૭) પરિચારણા કરનારાઓનું અલ્પબદુત્વ. વિવેચન:
પ્રસ્તુત બે ગાથાઓમાં આ પદના વિષયોનો સાત દ્વારોના માધ્યમથી નિર્દેશ કર્યો છે. (૧) અનંતરાહાર દ્વાર – સર્વ સંસારી જીવો ઉત્પત્તિના પ્રથમ સમયે જ આહાર ગ્રહણ કરે છે ત્યાર પછી શરીર રચના થાય છે, તે ક્રિયાનું વર્ણન છે. (ર) આહાર–આભોગદ્વાર:- જીવોમાં આભોગ અને અનાભોગ નિર્વર્તિત આહારની વિચારણા છે. (૩) પુદ્ગલજ્ઞાન દ્વાર :- સર્વ જીવો આહાર રૂપે ગ્રહણ થતાં પુદ્ગલોને જાણે-જુએ અને ત્યાર પછી આહાર રૂપે ગ્રહણ કરે છે કે જાણ્યા-જોયા વિના પણ શું આહાર રૂપે ગ્રહણ કરે છે? તેની ચર્ચા છે. (૪) અધ્યવસાય દ્વારઃ- ૨૪ દંડકના જીવોના પ્રશસ્ત-અપ્રશસ્ત અસંખ્યાત અધ્યવસાયોનું કથન છે. (૫) સમ્યકત્વાભિગમ દ્વાર :- ૨૪ દંડકના જીવોમાં સમ્યકત્વ, મિથ્યાત્વ અને સમ્યકત્વ-મિથ્યાત્વ, તે ત્રણે પ્રકારના અભિગમનું નિરૂપણ છે. () પરિચારણા કાર - દેવોમાં કાયિક, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન, આ પાંચ પ્રકારની પરિચારણાનું વર્ણન છે. (૭) અલ્પબહત્વ - પાંચ પ્રકારના પરિચારક અને અપરિચારક દેવોના અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. (૧) અનંતરાહાર દ્વાર:| २ णेरइया णं भंते ! अणंतराहारा, तओ णिव्वत्तणया, तओ परियाइयणया, तओ परिणामणया, तओ परियारणया, तओ पच्छा विउव्वणया ?
हंता गोयमा ! णेरइया णं अणंतराहारा, तओ णिव्वत्तणया, तओ परियाइयणया, तओ परिणामणया, तओ परियारणया, तओ पच्छा विउव्वणया ।