________________
૩૦૦.
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૩
ચોત્રીસમું પદ
છે
| પરિચય છેક છે. છેક છે
ક : ૨ ૨ ૨૯
આ પદનું નામ પરિચારણાપદ છે. પરિચારણા - પરિચારણા શબ્દનો અર્થ મૈથુન સેવન, ઇન્દ્રિયોના વિષયોનું સેવન, કામક્રીડા, રતિ અથવા વિષયભોગ આદિ થાય છે. પરિચારણા માટે કોઈ-કોઈ પ્રતોમાં પ્રવીચારણા શબ્દ મળે છે, તન્વાર્થ સૂત્રમાં “પ્રવીચાર’ શબ્દનો ઉલ્લેખ છે. પ્રવીચારનો અર્થ પણ મૈથુન સેવન થાય છે, તેથી પ્રવીચાર અને પરિચારણા બંને શબ્દો એકાર્થક છે.
પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષય છે અને તેમાં રાગ-દ્વેષાત્મક ભાવ રૂ૫ ૨૪૦ વિકારો છે. તે વિકારો એ જ પરિચારણા છે. ઇન્દ્રિયના વિષયોને રાગ-દ્વેષાત્મક ભાવો સહિત ભોગવવા તે પરિચારણા અને વિષયોને રાગ-દ્વેષાત્મક ભાવો રહિત અનુભવવા તે અપરિચારણા છે.
પરિચારણા કે મૈથુન સેવનનો મૂળ આધાર શરીર તથા શરીરથી સંબંધિત સ્પર્શ, રૂપ, શબ્દ, મન, અંગોપાંગ, ઇન્દ્રિયો, શારીરિક લાવણ્ય, સૌષ્ઠવ(બાંધો), ચપળતા કે વર્ણ આદિ છે, તેથી સૂત્રમાં સર્વપ્રથમ આહાર, શરીર નિષ્પત્તિ, પુદ્ગલ ગ્રહણ, તેનું ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન, પરિચારણા અને વિકુવર્ણા આ છ ક્રિયાની ક્રમશઃ વિચારણા છે.
પરિચારણાની પૃષ્ઠભૂમિકા રૂપે- (૧) અનંતર આહાર દ્વાર, (૨) આહારાભોગ દ્વાર, (૩) પુગલજ્ઞાન દ્વાર, (૪) અધ્યવસાય દ્વાર અને (૫) સમ્યકત્વાભિગમ દ્વાર. આ પાંચ દ્વારના માધ્યમથી વિષયનું નિરૂપણ છે. ત્યાર પછી પરિચારણાદ્વારનો પ્રારંભ થાય છે. પ્રસ્તુત સૂત્રોમાં દેવોની પરિચારણાનું જ સ્પષ્ટીકરણ છે; મનુષ્ય કે તિર્યંચગતિના જીવોની પરિચારણાનો ઉલ્લેખ નથી. દેવો પોતાની વૈક્રિયલબ્ધિથી અને ઉચ્ચકોટિના પુણ્યથી વિવિધ પ્રકારે પોતાની વૃત્તિ પ્રમાણે ભોગેચ્છાને પૂર્ણ કરે છે. જે દેવલોકમાં દેવીઓ હોય છે, તે દેવો મનુષ્યોની જેમ જ કાયિક પરિચારણા કરે છે. જે દેવલોકમાં દેવીઓ નથી, તે દેવલોકના દેવો, અન્ય દેવલોકની દેવીઓને બોલાવીને તેના સ્પર્શ, રૂ૫ દર્શન કે શબ્દ શ્રવણથી ઇચ્છાપૂર્તિ કરે છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોકના દેવોમાં મનુષ્યોની જેમ કાયિક પરિચારણા, (૧) સનકુમાર અને મહેન્દ્રકલ્પમાં સ્પર્શ-પરિચારણા, (૨) બ્રહ્મલોક અને લાંતક દેવલોકમાં રૂપ-પરિચારણા, (૩) મહાશુક્ર અને સહસારકલ્પમાં શબ્દ-પરિચારણા (૪) આનત, પ્રાણત અને આરણ, અશ્રુતકલ્પમાં મનપરિચારણા હોય છે. નવ નૈવેયક અને અનુત્તર વિમાનના દેવોને પરિચારણા નથી.
દેવોની કાયિક પરિચારણા મનુષ્યના કાયિક મૈથુનસેવનની સમાન દેવીઓની સાથે હોય છે. દેવોમાં શુક્ર પુગલ હોય છે, તે પુગલો તે દેવીઓમાં સંક્રમણ પામીને તેની પાંચે ઈન્દ્રિયોરૂપે પરિણત થાય છે તથા તેના રૂપ-લાવણ્યવર્ધક પણ થાય છે. દેવોના તે શુક્ર પુદ્ગલથી અપ્સરાઓને ગર્ભાધાન થતું નથી, કારણ કે વૈક્રિયશરીરી જીવોનો જન્મ ગર્ભજ નથી, તેઓને ઔપપાતિક જન્મ જ છે.
પદના અંતમાં સમસ્ત પરિચારક-અપરિચારક દેવોના અલ્પબદુત્વની વિચારણા છે.