________________
| તેત્રીસમું પદઃ અવધિજ્ઞાન
૨૯૭ |
(૭-૮) અવધિ-ક્ષય, વૃદ્ધિ આદિ દ્વાર:३२ णेरइयाणं भंते ! ओही किं आणुगामिए-अणाणुगामिए, वड्डमाणए-हायमाणए, पडिवाई-अपडिवाई, अवट्ठिए-अणवट्ठिए ?
गोयमा ! आणुगामिए, णो अणाणुगामिए; णो वड्डमाणए, णो हायमाणए; णो पडिवाई, अपडिवाई; अवट्ठिए, णो अणवट्ठिए । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોનું અવધિજ્ઞાન શું આનુગામિક, અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી, અવસ્થિત કે અનવસ્થિત હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! તે આનુગામિક છે, પરંતુ અનાનુગામિક નથી. તેમજ વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી અને અનવસ્થિત નથી, અપ્રતિપાતી અને અવસ્થિત હોય છે. આ જ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. |३३ पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! पुच्छा ? गोयमा ! आणुगामिए वि जाव अणवट्ठिए वि । एवं मणूसाण वि । वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहा णेरइयाणं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચોનું અવધિજ્ઞાન શું આનુગામિક હોય છે ઇત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ ? ઉત્તર- હે ગૌતમ ! તેઓનું અવધિજ્ઞાન આનુગામિક પણ હોય છે યાવત અનવસ્થિત પણ હોય છે. આ જ રીતે મનુષ્યોના અવધિજ્ઞાનના વિષયમાં પણ જાણવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનિક દેવોના અવધિજ્ઞાનની વક્તવ્યતા નૈરયિકો સમાન જાણવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ક્ષય-વૃદ્ધિ દ્વારમાં અવધિજ્ઞાનના આઠ પ્રકારનું નિરૂપણ છે. (૧) આનુગામિક– જે અવધિજ્ઞાન અવધિજ્ઞાનીની સાથે જ વિદ્યમાન રહે છે, તેને આનુગામિક કહે છે. હાથમાં રાખેલી ટોર્ચનો પ્રકાશ માણસ જ્યાં-જ્યાં જાય ત્યાં તેની સાથે-સાથે જાય, તેમ આનુગામિક અવધિજ્ઞાન, અવધિજ્ઞાની જ્યાં-જ્યાં જાય, ત્યાં-ત્યાં તેની સાથે ને સાથે જ રહે છે. (૨) અનાનુગામિકજે અવધિજ્ઞાન સાથે ન આવે; જે સ્થાને જેટલા ક્ષેત્રનું અવધિજ્ઞાન થયું હોય તે જ સ્થાનમાં અને તેટલા ક્ષેત્રમાં અવધિજ્ઞાની સ્થિત થઈને પદાર્થોને જાણે-દેખે પરંતુ તે અવધિજ્ઞાનના સીમાક્ષેત્રથી દૂર જાય તો તે પદાર્થોને જાણી-દેખી શકતા નથી, તે અનાનુગામિક અવધિજ્ઞાન છે. જેમ સ્ટ્રીટલાઈટનો પ્રકાશ જ્યાં લાઈટનો થાંભલો હોય ત્યાં અને તેની આસ-પાસ પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશક્ષેત્રથી દૂર જાય, તો તે લાઈટનો પ્રકાશ સાથે આવતો નથી, તેમ અનાનગામિક અવધિજ્ઞાન પોતાના જ સ્થાન પર અવસ્થિત રહે છે; પોતાની ક્ષેત્રમર્યાદાથી બહાર જતું નથી. (૩) વર્ધમાન- જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયે અલ્પ વિષયવાળું હોય અને પરિણામ વિશુદ્ધિની સાથે પ્રશસ્ત, પ્રશસ્તતર અધ્યવસાયથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં વૃદ્ધિ પામે અર્થાત્ અધિકાધિક વિષયવાળું થાય તે “વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. (૪) હીયમાન- જે જ્ઞાન પહેલાં અધિક વિષયવાળું હોય અને પછી પરિણામોની અશુદ્ધિથી ક્રમશઃ અલ્પ, અલ્પતર અને અલ્પતમ વિષયવાળું થઈ જાય છે, તેને હીયમાન અવધિજ્ઞાન કહે છે.