________________
૨૯૬ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
(૬) દેશાવધિ-સર્વાધિ દ્વાર:| २९ रइया णं भंते! किं देसोही सव्वोही ? गोयमा ! देसोही, णो सव्वोही । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને દેશાવધિજ્ઞાન હોય છે કે સર્વાવધિજ્ઞાન હોય છે? ઉત્તરહે ગૌતમ! તેઓનું અવધિજ્ઞાન દેશાવધિજ્ઞાન હોય છે, સર્વાવધિજ્ઞાન હોતું નથી. આ જ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું. ३० पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! पुच्छा । गोयमा ! देसोही, णो सव्वोही। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને દેશાવધિજ્ઞાન હોય છે કે સર્વાવધિજ્ઞાન હોય છે? ઉતર- હે ગૌતમ! દેશાવધિજ્ઞાન હોય છે, સર્વાવધિજ્ઞાન હોતું નથી. ३१ मणूसाणं भंते ! पुच्छा ? गोयमा ! देसोही वि सव्वोही वि ।वाणमंत-जोइसियवेमाणियाणं जहा रइयाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને દેશાવધિજ્ઞાન હોય છે કે સર્વાવધિજ્ઞાન હોય છે? ઉત્તરહે ગૌતમ! તેઓને દેશાવધિજ્ઞાન પણ હોય છે અને સર્વાવધિજ્ઞાન પણ હોય છે. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને પણ નૈરયિકો સમાન દેશાવધિ હોય છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં દેશાવધિ અને સર્વાવધિરૂપ અવધિજ્ઞાનના બે ભેદનું કથન છે.
પરમ અવધિજ્ઞાનથી કંઈક ન્યુન અવધિજ્ઞાનને દેશાવધિ કહે છે. તેમાં જઘન્ય અને મધ્યમ બંને પ્રકારના અવધિજ્ઞાનનો સમાવેશ થાય છે અને સર્વોત્કૃષ્ટ અવધિજ્ઞાનને પરમાવધિજ્ઞાન અથવા સવધિજ્ઞાન કહે છે.
જઘન્ય અવધિજ્ઞાની દ્રવ્યની અપેક્ષાએ તેજસ વર્ગણા અને ભાષા વર્ગણાના અપાંતરાલવર્તી દ્રવ્યોને અર્થાત્ ભાષા વર્ગણા કરતાં સૂક્ષ્મ અને તેજસવર્ગણા કરતાં સ્થૂળ પુદ્ગલ દ્રવ્યોને જાણે છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમા ભાગને, કાળની અપેક્ષાએ આવલિકાના અસંખ્યાતમા ભાગ અતીત અને અનાગતકાળને જાણે છે. જોકે અવધિજ્ઞાની રૂપી પદાર્થોને જાણે છે, ક્ષેત્ર(આકાશ) અને કાળ અમૂર્ત હોવાથી તેને સાક્ષાત્ જાણી શકતા નથી, પરંતુ તે-તે ક્ષેત્ર અને તેને કાળમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણે છે અને ભાવથી અનંત ભાવોને જાણે છે. સર્વોત્કૃષ્ટ અવધિજ્ઞાન દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત રૂપી દ્રવ્યોને જાણે છે, ક્ષેત્રની અપેક્ષાએ સંપૂર્ણ લોકને અને અલોકમાં લોક પ્રમાણ અસંખ્યાત ખંડોને જાણવાનું સામર્થ્ય ધરાવે છે, કાળની અપેક્ષાએ અસંખ્યાત અતીત અને અનાગત ઉત્સર્પિણી–અવસર્પિણીકાલને જાણે છે તથા ભાવની અપેક્ષાએ દરેક પદાર્થના અનંત ગુણધર્મ રૂપ અનંત ભાવોને જાણે છે. અવધિજ્ઞાનના જઘન્ય વિષયથી કિંઈક અધિક અને ઉત્કૃષ્ટ વિષયથી કંઈક ન્યૂન વિષયને જાણનારું જ્ઞાન મધ્યમ અવધિજ્ઞાન-દેશાવધિજ્ઞાન જ કહેવાય છે.
નારકી, ભવનપતિ આદિ ચારે જાતિના દેવો તેમજ તિર્યંચ પંચેન્દ્રિયોને દેશાવધિજ્ઞાન હોય છે. મનુષ્યોને દેશાવધિજ્ઞાન અને સર્વાવધિજ્ઞાન બંને પ્રકારનું અવધિજ્ઞાન હોય છે.