________________
તેત્રીસમું પદ : અવધિજ્ઞાન
૨૮ મજૂસાળ મંતે ! પુચ્છા ? નોયમા ! અંતોવિ, હિંપિ। વાળમંતર-નોસિયवेमाणियाणं जहा णेरइयाणं ।
૨૯૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યો અવધિજ્ઞાનની અંદર હોય છે કે બહાર હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! તેઓ અંદર પણ હોય છે અને બહાર પણ હોય છે. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનું કથન નૈયિકોની સમાન છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આત્યંતરાવધિ અને બાહ્યાવધિ જ્ઞાનનું નિરૂપણ છે. આત્યંતર અવધિજ્ઞાનઃ- અવધિજ્ઞાની સ્વયં અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્રની અંદર જ હોય, તેને આપ્યંતર(મધ્યગત) અવધિજ્ઞાન કહે છે અર્થાત્ આત્યંતર અવધિજ્ઞાન અવધિજ્ઞાનીની સાથે જ રહે છે અને સર્વ દિશાઓમાં પોતાની ક્ષેત્ર મર્યાદા અનુસાર જાણવા યોગ્ય પદાર્થોને જાણે છે. નારકી અને દેવોને આત્યંતર અવધિજ્ઞાન જ હોય છે. મનુષ્યોમાં આત્યંતર અને બાહ્ય બંને પ્રકારના અવધિજ્ઞાન હોય છે.
+ ()
બાહ્યાવધિજ્ઞાન :– અવધિજ્ઞાની સ્વયં અવધિજ્ઞાન
દ્વારા પ્રકાશિત ક્ષેત્રની બહાર હોય, તેને બાહ્યાવધિજ્ઞાન કહે છે. બાહ્ય અવધિજ્ઞાન નિરંતર સાથે રહેતું નથી. તે સ્પર્ધક રૂપ હોય છે અર્થાત્ જેમ બારીના જાળિયામાંથી બહાર નીકળતો દીપકનો પ્રકાશ જાળીના છિદ્રોના કારણે અનેક વિભાગોમાં વિભક્ત હોય છે, તેમ અવધિજ્ઞાનનું વિષયભૂત ક્ષેત્ર અનેક વિભાગોમાં વિભક્ત હોય છે. તિર્યંચોને બાહ્યાવધિજ્ઞાન જ હોય છે. મનુષ્યોમાં બાહ્ય-આત્યંતર બંને પ્રકારના અવધિજ્ઞાન હોય છે.
આપ્યંતર અવધિજ્ઞાન પૂર્વ જન્મથી સાથે લાવેલું પણ હોય અને આ જન્મમાં પણ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ બાહ્યાવધિજ્ઞાન પૂર્વભવથી સાથે આવેલું હોતું નથી.
શ્રી નંદીસૂત્રમાં અવધિજ્ઞાનના વર્ણનમાં અનુગામી અવધિજ્ઞાનના બે ભેદ કર્યા છે– અંતગત અને મધ્યગત. તેમાં મધ્યગત અવધિજ્ઞાનનું સ્વરૂપ આભ્યતરાવધિજ્ઞાનની સમાન છે અને અંતગત અવધિજ્ઞાનનું સ્વરૂપ બાહ્યાવધિજ્ઞાનની સમાન છે. અંતગત અવધિજ્ઞાન સર્વ(ચારે ય) દિશાઓમાં હોતું નથી. તેમાં સ્વભાવથી જ કોઈ પણ એક કે બે દિશામાં બોધ થાય છે. તે અંતગત અવધિજ્ઞાનના પુનઃ ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે—
(૧) પુરતઃ = આગળની દિશાને જાણનારું અવધિજ્ઞાન
(૨) પૃષ્ઠતઃ = પાછળની દિશાને જાણનારું અવધિજ્ઞાન
(૩) પાર્શ્વતઃ = બંને બાજુની દિશાને જાણનારું અવધિજ્ઞાન.