________________
૨૯૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
નારકીઓ અને દેવોમાં અવસ્થિત અવધિજ્ઞાન હોવાથી તેનું વિષયક્ષેત્ર નિશ્ચિત હોય છે તેથી તેનો આકાર પણ નિશ્ચિત છે. સૂત્રમાં વિષયક્ષેત્ર અનુસાર તેના ભિન્ન-ભિન્ન આકારોને ઉપમા દ્વારા સમજાવ્યા છે. નારકીઓનું અવધિજ્ઞાન :- ત્રાપાના આકારે છે. તેના વિભિન્ન રીતે અર્થ થાય છે– (૧) ટીકાકારે ત્રાપાનો અર્થ “નદીના વેગમાં વહેતું, દૂરથી લાવેલું લાંબુ અને ત્રિકોણાકાર કાષ્ટ' વિશેષ કર્યો છે. (૨) નારકીઓનું વિષયક્ષેત્ર તિરછું વિશેષ હોય છે, તેથી તેનો આકાર ત્રિકોણ નૌકા જેવો અથવા લાંબા અને ત્રિકોણ કાષ્ઠ સમુહ જેવો હોય છે. (૩) થોકડામાં નારકીઓનું અવધિજ્ઞાન ત્રિપાઈના આકારનું કહ્યું છે. આ સર્વ કથનનું તાત્પર્ય ત્રિકોણાકાર રૂપે પ્રાયઃ સમાન થાય છે. ભવનપતિ દેવોનું અવધિજ્ઞાન :- પલ્લક–પાલાના આકારે છે. પલક-લાઢ દેશમાં ધાન્ય ભરવાનું એક પાત્રવિશેષ નીચે-ઉપર લાંબુ અને ઉપરના ભાગમાં જરાક સાંકડું હોય છે. ભવનપતિ દેવોનું અવધિજ્ઞાન સ્વસ્થાનથી ઉપરની તરફ વધુ હોય છે તેથી તેનો આકાર લાંબા પાત્ર જેવો થાય છે. વ્યંતર દેવોનું અવવિજ્ઞાન - પટહ = એક ઢોલ વિશેષના આકારનું હોય છે. તેના અવધિજ્ઞાનનું ક્ષેત્ર લંબાઈ-પહોળાઈમાં અધિક અને જાડાઈમાં અલ્પ હોય છે.
જ્યોતિષી દેવોનું અવધિજ્ઞાન :- ઝાલર(ખંજરી)ના આકારનું હોય છે. તે ચામડાથી મઢેલું વિસ્તીર્ણ અને ગોળાકાર તેમજ ચારે બાજુ ઘૂઘરી બાંધેલું, ખણણ ખણણ અવાજ કરનારું એક વાજિંત્ર વિશેષ છે.
જ્યોતિષી દેવોનું અવધિજ્ઞાન તિરછી દિશામાં વિસ્તૃત અને ઉપર નીચે પહોળાઈમાં અલ્પ હોવાથી તેનો આકાર ઝાલર(ખંજરી) જેવો હોય છે. પટહથી ખંજરી જાડાઈમાં અલ્પ હોય છે, માટે વ્યંતર દેવોથી જ્યોતિષી દેવોના અવધિ ક્ષેત્રની જાડાઈ અલ્પ હોય છે. બાર દેવલોકના દેવોને અવધિજ્ઞાન :- ઊર્ધ્વ મૃદંગના આકારનું હોય છે. તે નીચેથી વિસ્તીર્ણ અને ઉપરથી સાંકડું હોય છે. વૈમાનિક દેવોના અવધિજ્ઞાનનો વિષય અધોદિશામાં વિશેષ ફેલાયેલો હોવાથી તેનો આકાર ઊર્ધ્વ મૃદંગ જેવો થાય છે. નવ રવેયક અને અનાર વિમાનના દેવોન અવધિજ્ઞાન - નવ રૈવેયક દેવોનું પુષ્પ ચંગેરી-ટોચ સુધી ભરેલી ઊભી ફૂલછાબડીના આકારનું અને અનુત્તર વિમાનના દેવોનું યવનાલિકા-કન્યાની કંચુકીના આકારનું હોય છે. મનુષ્ય અને તિર્યંચોનું અવધિજ્ઞાન – વિવિધ આકારનું હોય છે. મનુષ્ય અને તિર્યંચોના અવધિજ્ઞાનમાં વધઘટ થયા કરે છે તેથી તેનો કોઈ નિશ્ચિત આકાર નથી. (૪-૫) આત્યંતર-બાહ્ય દ્વાર:| २६ णेरइया णं भंते ! ओहिस्स किं अंतो, बाहिं ? गोयमा ! अंतो, णो बाहिं। एवं जाव थणियकुमारा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો અવધિજ્ઞાનની મધ્યવર્તી-અંદર હોય છે કે બહાર હોય છે? ઉત્તર- હે ગૌતમ! અંદર હોય છે, બહાર હોતા નથી. આ જ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. २७ पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! पुच्छा ? गोयमा ! णो अंतो, बाहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો અવધિજ્ઞાનની અંદર હોય છે કે બહાર હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેઓ અંદર હોતા નથી, બહાર હોય છે.