SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩ (૫) પ્રતિપાતી- પડિવાઈ-પતિત થનારું અથવા સમાપ્ત થઈ જનારું જ્ઞાન પ્રતિપાતી અવધિજ્ઞાન છે. જેમ ઝગમગતો દીપક વાયુના ઝોંકાથી એકાએક બુજાઈ જાય છે તેમ જ અવધિજ્ઞાન એકાએક લુપ્ત થઈ જાય છે, તેને પ્રતિપાતી કહે છે. આ અવધિજ્ઞાન જીવનમાં કોઈપણ ક્ષણે ઉત્પન્ન થઈને લુપ્ત થઈ શકે છે. (૬) અપ્રતિપાતી– જે અવધિજ્ઞાન પતનશીલ ન હોય અર્થાત્ ભવપર્યત સ્થિર રહે છે અથવા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પર્યત રહે, તેને અપ્રતિપાતી કહે છે. હીયમાન અને પ્રતિપાતીમાં અંતર એ છે કે હીયમાન અવધિજ્ઞાન પૂર્વાપેક્ષયા ધીરે-ધીરે હ્રાસ પામે છે, જ્યારે પ્રતિપાતી અવધિજ્ઞાન દીપકની જેમ એક જ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. (૭) અવસ્થિત– જે અવધિજ્ઞાન વધ-ઘટ થયા વિના તે જ સ્વરૂપે ભવપર્યત સ્થિર રહે અથવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી સ્થિત રહે તે અવસ્થિત અવધિજ્ઞાન છે. (૮) અનવસ્થિતજનતરંગોની જેમ જે અવધિજ્ઞાન ઘટે-વધે, આવે ને જાય, તે ‘અનવસ્થિત અવધિજ્ઞાન” છે. શ્રી નંદીસૂત્રમાં અનુગામિક આદિ છ પ્રકારના અવધિજ્ઞાનનું જ કથન છે. પ્રસ્તુત પ્રસંગમાં અવસ્થિત-અનવસ્થિત આ બે ભેદ વધુ છે તેનું ઉપરોક્ત પ્રકારે અર્થઘટન કરીને સમજી લેવું જોઈએ. યથા– (૧) અવસ્થિત = હાનિ-વૃદ્ધિ ન થાય, તેમાં હીયમાન કે વર્ધમાન એકેયનો સમાવેશ નથી. (૨) અપ્રતિપાતી = નષ્ટ ન થાય પરંતુ વધ-ઘટ થાય, તેથી તેમાં હીયમાન વર્ધમાન બંનેનો સમાવેશ થાય છે. (૩) અનવસ્થિત = ઘટ-વધ થાય. (૪) પ્રતિપાતી = નષ્ટ થાય. સંક્ષેપમાં– નૈરયિકો તથા ચારે જાતિના દેવોનું અવધિજ્ઞાન આનુગામિક, અપ્રતિપાતી અને અવસ્થિત હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યોને અવધિજ્ઞાન પૂર્વોક્ત આઠ ય પ્રકારનું હોય છે. સર્વાવધિ એટલે પરમાવધિજ્ઞાન, તે મનુષ્યોને જ હોય છે અને દેશાવધિજ્ઞાન ચારે ગતિના જીવોને હોય છે. ૨૪ દંડકના જીવોમાં અવધિજ્ઞાનના ૧૦ દ્વાર - | | દ્વાર | નારકી | ભવનપતિ | વ્યંતર | જ્યોતિષી વિમાનિક દેવ તિર્યંચ પંચે મનુષ્ય ૧ ભેદ ભવપ્રત્યયિક|ભવપ્રત્યયિક | ભવપ્રત્યયિક| ભવપ્રત્યયિક ભવપ્રત્યયિક| સાયોપથમિક| ક્ષાયોપથમિક ૨ |વિષય-જઘન્ય | અર્ધો ગાઉ | ૨૫ યોજન | ર૫ યોજન | સંખ્યાતા | અંગુલનો | અંગુલનો | અંગુલનો દ્વીપ સમુદ્ર | અસંહ ભાગ | અસં ભાગ | અસં ભાગ ઉત્કૃષ્ટ | ચાર ગાઉ અસુરકુમાર સિંખ્યાતા દ્વીપ| સંખ્યાતા દ્વીપ| સંપૂર્ણ | અસંખ્ય દ્વીપ | સંપૂર્ણ લોકઅને અસંખ્ય | સમુદ્ર સમુદ્ર | ત્રસનાડી અલોકમાં લોક દ્વીપ સમુદ્ર જેવડા અસંખ્ય નવનિકાયના ખંડને જાણવાનું દેવો સંખ્યાતા સામર્થ્ય દ્વીપ સમુદ્ર ૩ સંસ્થાન પાલાના પટહ-ઢોલના ઝાલરના | ૧૨ દેવઆકારે આકારે આકારે આકારે મૃદંગાકારે નવ રવેયક પુષ્પચંગેરીના વિવિધ વિવિધ અનુ વિમાન જવનાલિકા — — — — સદ્ધ અલાકમા નક ત્રાપાના આકાર
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy