________________
| તેત્રીસમું પદઃ અવધિજ્ઞાન
[ ૨૮૯ ]
અવધિજ્ઞાનના વિષયનું કથન પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ.
બ્રહ્મલોક અને લાંતકદેવો નીચે ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નીચલા ચરમાંત સુધી જાણે-દેખે છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. મહાશુક્ર અને સહસાર દેવલોકના દેવો નીચે ચોથી પંકપ્રભાપૃથ્વીના નીચલા ચરમાંત સુધી જાણે-દેખે છે. આણત, પ્રાણત, આરણ, અય્યત દેવલોકના દેવો નીચે પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નીચલા ચરમાંત સુધી જાણે-દેખે છે. | १८ हेट्ठिम-मज्झिमगेवेज्जगदेवा अहे छट्ठाए तमाए पुढवीए हेट्ठिल्ले चरिमंते। उवरिमगेवेज्जगदेवा णं भंते ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ?
गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं अहे जाव सत्तमाए पुढवीए हेट्ठिल्ले चरिमंते, तिरियं जाव असंखेज्जे दीव-समुद्दे, उड्टुं जाव सगाई विमाणाई ओहिणा जाणंति पासंति । ભાવાર્થ :- નીચેની ત્રિક અને મધ્યમ ત્રિકના રૈવેયક દેવો નીચે છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીના નીચલા ચરમાંત સુધીના ક્ષેત્રને જાણે-દેખે છે. પ્રશ્ન- હે ભગવન્! ઉપરિમ ત્રિકના ચૈવેયક દેવો અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચે સાતમી અધઃસપ્તમ પૃથ્વીના નીચલા ચરમાંત સુધી, તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી તથા ઉપર પોતાનાં વિમાનો સુધીના ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે-દેખે છે. |१९ अणुत्तरोववाइयदेवा णं भंते ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति । गोयमा ! संभिण्णं लोगणालिं ओहिणा जाणंति पासंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનુત્તરોપપાતિક દેવો અવધિજ્ઞાન દ્વારા કેટલા ક્ષેત્રને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેઓ સંભિન્ન લોકનાડી-દેશોન ચૌદ રજૂ પ્રમાણ ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે-દેખે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચારે ગતિના જીવોમાં અવધિજ્ઞાનના વિષયનું પ્રતિપાદન છે. (૧) નારકીના અવધિજ્ઞાનનો વિષય :- નારકી અને દેવતાને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેના વિષયક્ષેત્રની મર્યાદા તેની સ્થિતિના આધારે નિશ્ચિત થાય છે. નીચે-નીચેની નરકમાં ક્રમશઃ સ્થિતિ વધતી જાય છે અને અવધિજ્ઞાનનું વિષયક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય છે અર્થાત્ નરકમાં અલ્પસ્થિતિવાળા નારકોના અવધિજ્ઞાનનું વિષયક્ષેત્ર અધિક હોય અને અધિક સ્થિતિવાળા નારકીના અવધિજ્ઞાનનું વિષયક્ષેત્ર ન્યૂન હોય છે.
નારકી અને દેવોને અવસ્થિત અવધિજ્ઞાન હોય છે, તેથી પોતાની સ્થિતિ અનુસાર જ્ઞાનના વિષયક્ષેત્રની મર્યાદા જન્મથી જ નિશ્ચિત થઈ જાય છે. જીવન પર્યત તેમાં કોઈ પણ પ્રકારની વધઘટ થતી નથી. સાતે નરકના નારકીઓના અવધિજ્ઞાનનું વિષયક્ષેત્ર ભાવાર્થથી સ્પષ્ટ છે. (૨) ભવનપતિ અને વ્યંતરદેવોના અવધિજ્ઞાનનો વિષય - દેવોમાં અલ્પસ્થિતિવાળા દેવોનું વિષયક્ષેત્ર અલ્પ અને અધિક સ્થિતિવાળા દેવોનું વિષયક્ષેત્ર અધિક હોય છે. ઉપર-ઉપરના દેવલોકમાં સ્થિતિ ક્રમશઃ વધતી જાય છે તેમ અવધિજ્ઞાનનું વિષયક્ષેત્ર પણ ક્રમશઃ વધતું જાય છે. ભવનપતિ દેવો અવધિજ્ઞાનથી