________________
તેત્રીસ પદ: અવધિજ્ઞાન
_.
૨૮૫
– તેત્રીસમું પદઃ અવધિજ્ઞાન
વિષય નિર્દેશઃ
__भेद विसय संठाणे, अभितर बाहिरे य देसोही ।
ओहिस्स य खयवुड्डी, पडिवाई चेव अपडिवाई ॥ ભાવાર્થ:- (૧) ભેદ (૨) વિષય (૩) સંસ્થાન (૪) આત્યંતરાવધિ (૫) બાહ્યાવધિ (૬) દેશાવધિ (૭) ક્ષય-હીયમાનઅવધિ (૮) વૃદ્ધિ-વર્ધમાન અવધિ (૯) પ્રતિપાતી અવધિ (૧૦) અપ્રતિપાતી અવધિ. આ દશ દ્વાર છે. વિવેચન : -
(૧) ભેદ દ્વાર– અવધિજ્ઞાનના ભેદ-પ્રભેદ. (૨) વિષય દ્વાર– અવધિજ્ઞાનનું વિષયભૂત ક્ષેત્ર. (૩) સંસ્થાન દ્વાર– અવધિજ્ઞાનના વિષયભૂત ક્ષેત્રનો આકાર. (૪) આત્યંતરાવધિ દ્વાર– આત્યંતર અવધિજ્ઞાન. (૫) બાહ્યાવધિ દ્વાર–બાહ્ય અવધિજ્ઞાન. () દેશાવધિ દ્વાર– તેમાં દેશ અવધિજ્ઞાન અને સર્વ અવધિજ્ઞાન. (૭) ક્ષય દ્વાર– હીયમાનઅવધિજ્ઞાન. (૮) વૃદ્ધિ દ્વાર- વર્ધમાન અવધિજ્ઞાન.(૯) પ્રતિપાતિ દ્વાર– પ્રતિપાતિ અવધિજ્ઞાન. (૧૦) અપ્રતિપાતિ દ્વાર– અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું નિરૂપણ છે. આ પદમાં દશ દ્વારોના માધ્યમે ક્રમશઃ અવધિજ્ઞાનનું વર્ણન છે.
આ દશ દ્વારમાંથી ચોથા-પાંચમા દ્વારની, સાતમા-આઠમા દ્વારની તથા નવમા-દસમા દ્વારની સમ્મિલિત ગણના કરવાની અપેક્ષાએ સાત દ્વારનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. (૧) ભેદ દ્વાર:| २ | कइविहा णं भंते ! ओही पण्णत्ता ?
गोयमा ! दुविहा ओही पण्णत्ता, तं जहा- भवपच्चइया य खओवसमिया य। दोण्हं भवपच्चइया, तं जहा- देवाण य रइयाण य । दोण्हं खओवसमिया, तं जहा- मणूसाण य पंचेंदियतिरिक्खजोणियाण य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અવધિજ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! અવધિજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે- ભવપ્રત્યયિક અવધિજ્ઞાન અને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન. બે ગતિના જીવોને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે– દેવોને અને નૈરયિકોને. બે ગતિના જીવોને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન હોય છે મનુષ્યોને અને તિર્યંચ પંચેન્દ્રિયોને. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અવધિજ્ઞાનના મુખ્ય બે ભેદનું કથન છે. અવધિજ્ઞાન - અવધિજ્ઞાનનો વ્યુત્પત્તિજન્ય અર્થ આ પ્રમાણે થાય છે– અવધીને રતિ અથોડધો