________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
વિસ્તૃત રિદ્યિતે મયા વેત્તિ । જે જ્ઞાન દ્વારા નીચે-નીચેની તરફ ઉત્તરોત્તર વિસ્તૃત બોધ થાય તે અવધિજ્ઞાન છે.(અવધિજ્ઞાનનો આ વ્યુત્પત્તિલભ્ય અર્થ વૈમાનિક દેવોની અપેક્ષાએ છે. તેઓનું અવધિજ્ઞાન અધોદિશામાં વિસ્તૃત થતું જાય છે.) અથવા જેના દ્વારા મર્યાદા પૂર્વક જ્ઞાન થાય, તે અવધિજ્ઞાન છે.
૨૮૬
અવધિજ્ઞાનનો પ્રચલિત અર્થ આ પ્રમાણે છે– ઇન્દ્રિય અને મનની સહાયતા વિના આત્માથી અવધિ-મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન થાય તેને અવધિજ્ઞાન કહે છે.
નિમિત્તના ભેદથી તેના બે પ્રકાર છે– (૧) ભવપ્રત્યયિક અવધિજ્ઞાન–જે અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં ભવ મુખ્યતમ નિમિત્ત બને અર્થાત્ ભવના નિમિત્તથી થતું અવધિજ્ઞાન ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે. (૨) ક્ષાયોપશમિક અવધિજ્ઞાન– જે અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જ મુખ્યતમ નિમિત્ત બને તેને ક્ષાયોપમિક અવધિજ્ઞાન કહે છે.
અવધિજ્ઞાન ક્ષાયોપશમિક જ્ઞાન છે. ઉદયમાં આવેલા અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલા કર્મદલિકોના ઉપશમથી અવધિજ્ઞાન પ્રગટ થાય છે.
કોઈ પણ જીવને અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમ છતાં તેના નિમિત્તમાં ભિન્નતા હોય છે.જેમ પક્ષીઓને ઉડવાની કળા, જલચર જીવોને તરવાની કળા જન્મજાત હોય છે તેમ નૈયિકો અને દેવોને અવધિજ્ઞાનની પ્રાપ્તિ જન્મજાત હોય છે. દેવ અને નરકભવમાં જન્મ થતાં જ સહજ રીતે અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થઈ જવાથી અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે.
જેમ મનુષ્યો અને તિર્યંચોને ઉડવાની કળા વિદ્યા પ્રયોગથી કે વિદ્યાધરોના સંયોગથી તથા તરવાની કળા અભ્યાસથી પ્રાપ્ત થાય છે. તેમ તેઓને વિશિષ્ટ સાધનાથી અથવા વિશિષ્ટ સંયોગથી અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે.
તીર્થંકરોને તથા કેટલાક અન્ય મનુષ્યોને જન્મથી અવધિજ્ઞાન હોય છે, તેમ છતાં તેઓના અવધિજ્ઞાનમાં મનુષ્યભવ મુખ્ય કારણ નથી. પૂર્વભવના ક્ષયોપશમથી જ તે જીવો અવધિજ્ઞાન સહિત જન્મ ધારણ કરે છે, તેથી તેઓનું અવધિજ્ઞાન ભવપ્રત્યયિક નહીં પરંતુ ક્ષાયોપશમિક જ કહેવાય છે. કર્મગ્રંથમાં ક્ષાયોપશમિક અવધિજ્ઞાનને જ ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન કહ્યું છે. (ર) વિષય દ્વાર :
३ णेरइया णं भंते ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? गोयमा ! जहण्णेणं अद्ध गाउयं, उक्कोसेणं चत्तारि गाउयाइं ओहिणा जाणंति पासंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરિયકો અવધિજ્ઞાન દ્વારા કેટલાં ક્ષેત્રને જાણે-દેખે છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઓ જઘન્ય અર્ધો ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે-દેખે છે.
૪ | रयणप्पभापुढविणेरइया णं भंते ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति? गोयमा ! जहण्णेणं अद्धुट्ठाई गाउयाई, उक्कोसेणं चत्तारि गाउयाइं ओहिणा जाणंति पासंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-દેખે છે? ઉત્ત૨– હે ગૌતમ ! જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે-દેખે છે.