________________
| બત્રીસ પદઃ સયત
| ૨૮૭ |
શ્રાવકના ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન છે. તે જીવોને પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોવાથી મહાવ્રત તથા સામાયિક ચારિત્ર ગ્રહણના પરિણામ થતા નથી, પાપપ્રવૃત્તિનો ત્યાગ અને ચારિત્ર ભાવનો સ્વીકાર, તે બંનેમાં કંઈક ભિન્નતા છે. તિર્યંચ શ્રાવકને કે મનુષ્ય શ્રાવકને ભક્તપ્રત્યાખ્યાન આદિ સંથારા સમયે પાપપ્રવૃત્તિનો ત્યાગ હોય છે પરંતુ તેઓને ચારિત્રનો સ્વીકાર હોતો નથી, તેથી તે જીવો સંયત થતા નથી પરંતુ સંથારા સમયે પણ તેઓ સંયતાસંયત જ કહેવાય છે. સંયતાસંયત મનુષ્યોને ભક્તપ્રત્યાખ્યાન સંથારાની અવસ્થામાં ગૃહસ્થો જ સેવા પરિચર્યા કરે છે, માટે તે સંયત કહેવાતા નથી પરંતુ સંયતાસંયત જ કહેવાય છે. મનુષ્યોમાં સંમૂર્છાિમ મનુષ્યો એકાંત મિથ્યાત્વી હોવાથી અસંયત છે. યુગલિક મનુષ્યોમાં એક થી ચાર ગુણસ્થાન હોય છે. તે યુગલિક મનુષ્યોને વ્રત પચ્ચખાણના પરિણામો થતા નથી, તેથી તેઓ અસંયત હોય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં એકથી ચૌદ ગુણસ્થાન હોય છે, તેમાં સંયત, સંયતાસંયત અને અસંયત આ ત્રણે પ્રકારના ભાવો હોય છે. મનુષ્યો અશરીરી હોતા નથી, તેથી તે નોસંયત નોઅસંયત નોસંયતાસંમત નથી. સિદ્ધ જીવો અશરીરી છે. તે જીવો અવિરતિના પરિણામોથી ઉપર ઊઠી ગયા છે, તેથી તે અસંયત નથી. દેશવિરતિ-સર્વવિરતિ રૂ૫ ચારિત્રનું પાલન શરીરના આશ્રયે થાય છે, સિદ્ધો અશરીરી હોવાથી સંયત કે સંયતાસંયત પણ નથી. આઠે કર્મોના સંપૂર્ણ ક્ષયથી નોસંયત નોઅસયત ભાવ પ્રગટ થાય છે, તેથી તેઓ નોસંયત નોઅસંયત નોસંયતાસંયત છે.
સંક્ષેપમાં સમુચ્ચય જીવોમાં સંયતાદિ ચારે બોલ, મનુષ્યોમાં સંયતાદિ ત્રણ બોલ, તિર્યંચ પંચેન્દ્રિયમાં સંયતાસંયત અને અસંયત, આ બે બોલ અને શેષ બાવીસ દંડકના જીવો અસંમત હોય છે અને સિદ્ધો નોસંયત નોઅસંયત નોસંયતાસંમત હોય છે. ૨૪ દંડકના જીવોમાં સંયતાદિ :કમ જીવ ભેદ.
સંયત | અસંયત | સંયતાસંયત નોસયત આદિ સમુચ્ચય જીવ ૨ | તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ બે
વર્જીને બાવીશ દંડકના જીવો ૩ | તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય
| X | Y ૫ | સિદ્ધ ભગવાન
X |
X |
|
X |
A બત્રીસમું પદ સંપૂર્ણ