________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
પરંતુ નોસંયત નોઅસંયતનોસંયતાસંયત હોતા નથી. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનું કથન નૈયિકોની સમાન જાણવું જોઈએ.
૨૮૨
૧ સિદ્ધા નં ભંતે ! પુચ્છા ? પોયમા ! સિદ્ધા નો સંગયા, નો અસંનયા, નો સંનયાसंजया, णोसंजय णोअसंजय णोसंजयासंजया ।
संजय असंजय मीसगा य, जीवा तहेव मणूया य । संजयरहिया तिरिया, सेसा असंजया होंति ॥
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સિદ્ધો શું સંયત હોય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધો સંયત નથી, અસંયત નથી અને સંયતાસંયત પણ નથી, પરંતુ નોસંયતનોઅસંયત નોસંયતાસંયત છે.
ગાથાર્થ– સમુચ્ચય જીવ અને મનુષ્યો સંયત, અસંયત અને સંયતાસંયત હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય સંયત હોતા નથી પરંતુ અસંયત અને સંયતાસંયત હોય છે. શેષ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને દેવો તથા નારકી જીવો અસંયત હોય છે.
વિવેચનઃ
જે જીવો સર્વ પ્રકારના સાવધયોગોથી એટલે હિંસા આદિ પાપસ્થાનોથી સર્વથા નિવૃત્ત થઈ ગયા હોય અને ચારિત્ર પરિણામની વૃદ્ધિના કારણભૂત નિરવધ યોગોમાં પ્રવર્તતા હોય તેઓ સંયત છે. તેનાથી વિપરીત સર્વથા અવિરત જીવો અસંયત છે. જે હિંસાદિ પાપસ્થાનોથી આંશિકરૂપે વિરત છે, તે સંયતાસંયત છે. જે જીવો સંયતાદિ ત્રણે પ્રકારના ભાવોથી ભિન્ન અવસ્થામાં વર્તે છે, તે નોસયત નોઅસંયત નોસયતાસંયત કહેવાય છે.
એકથી ચાર ગુણસ્થાનવર્તી અવિરત જીવો અસંયત છે. પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરતિ શ્રાવકો સંયતાસંયત છે, છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાનવર્તી સર્વવિરતિ શ્રમણો સંયત છે અને અશરીરી સિદ્ધ જીવો નોસંયત નોઅસંયત નોસંયતાસંયત છે.
સમુચ્ચય જીવો– તેમાં સમસ્ત સંસારી જીવોનો અને સિદ્ધોનો સમાવેશ થાય છે, તેથી તેમાં સંયતાદિ ચારે પ્રકારના ભાવો હોય છે.
નારકી-દેવોમાં પ્રથમ ચાર ગુણસ્થાન હોય છે તેથી તે જીવો અસંયત જ હોય છે. નારકી(દેવસંયોગે) અને દેવો ધર્મશ્રવણ, સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ વ્રત પ્રત્યાખ્યાન કરી શકતા નથી. પાંચ સ્થાવર જીવો એકાંત મિથ્યાત્વી હોવાથી માત્ર અસંયત છે.
ત્રણ વિકલેન્દ્રિયમાં અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગ્દર્શન હોય છે અને પર્યાપ્તાવસ્થામાં એકાંત મિથ્યાત્વી હોય છે, આ રીતે પર્યાપ્ત, અપર્યાપ્ત બંને અવસ્થામાં તેઓ અસંયત હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રથમના પાંચ ગુણસ્થાન હોય છે. તેમાં કેટલાક જીવો ઉપદેશ શ્રવણથી અને જાતિસ્મરણ જ્ઞાનથી શ્રાવક વ્રતોનો સ્વીકાર કરી શકે છે, તે સંયતાસંયત છે. તે સિવાયના સર્વ જીવો અસંયત હોય છે. શ્રાવક વ્રતનો સ્વીકાર કર્યા પછી કેટલાક તિર્યંચો અંત સમયે ચારે પ્રકારના આહારના તેમજ સમસ્ત પાપ પ્રવૃત્તિના ત્રણ કરણ-ત્રણ યોગે પચ્ચક્ખાણ કરીને સંથારો પણ કરે છે. તેના તે પ્રત્યાખ્યાન