________________
ત્રીસમું પદ ઃ પશ્યતા
ચોવીશ દંડકના જીવોમાં પશ્યતાનું કારણ :
१३ जीवा णं भंते! किं सागारपस्सी अणागारपस्सी ? गोयमा ! जीवा सागारपस्सी वि अणागारपस्सी वि । से केणट्टेणं भंते ! एवं वुच्चइ - जीवा सागारपस्सी वि अणागारपस्सी वि ?
૨૭૧
गोयमा ! जे णं जीवा सुयणाणी ओहिणाणी मणपज्जवणाणी केवलणाणी सुयअण्णाणी विभंगणाणी ते णं जीवा सागारपस्सी, जे णं जीवा चक्खुदंसणी ओहिदंसणी केवलदंसणी ते णं जीवा अणागारपस्सी, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - जीवा सागारपस्सी वि अणागारपस्सी वि ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જીવ સાકારપશ્યતાવાળો હોય છે કે અનાકારપશ્યતાવાળો હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જીવ સાકારપશ્યતાવાળો પણ હોય છે અને અનાકારપશ્યતાવાળો પણ હોય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જીવ સાકારપશ્યતાવાળો પણ હોય છે અને અનાકારપશ્યતાવાળો પણ હોય છે.
ઉત્તર– હે ગૌતમ ! જે જીવો શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિભંગજ્ઞાની હોય છે, તેઓ સાકાર૫શ્યતાવાળા કહેવાય છે અને જે જીવો ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવળદર્શની હોય છે, તેઓ અનાકારપશ્યતાવાળા હોય છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે જીવો સાકારપશ્યતાવાળા પણ હોય છે અને અનાકારપશ્યતાવાળા પણ હોય છે.
१४ णेरइया णं भंते ! किं सागारपस्सी अणागारपस्सी ?
गोयमा ! एवं चेव, णवरं - सागारपासणयाए मणपज्जवणाणी केवलणाणी ण वुच्चंति, अणागारपासणयाए केवलदंसणं णत्थि । एवं जाव थणियकुमारा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિકો સાકારપશ્યતાવાળા છે કે અનાકારપશ્યતાવાળા છે ?
.
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ બંને પ્રકારના પશ્યતાવાળા હોય છે પરંતુ નૈયિકોમાં સાકારપશ્યતામાં મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની નથી અને અનાકારપશ્યતામાં કેવળદર્શની નથી.
આ જ રીતે સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ.
૧ પુવિવાડ્યાળ મંતે ! પુચ્છા ? ગોયમા ! પુલિવાવા સારપક્ષી, जो अणागारपस्सी । से केणट्टेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! पुढविक्काइयाणं एगा सुयअण्णाणसागारपासणया पण्णत्ता, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ । एवं जाव वणस्सइकाइया ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવો સાકાર પશ્યતાવાળા હોય છે કે અનાકાર પશ્યતાવાળા હોય છે ? ઉત્તર− હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો સાકારપશ્યતાવાળા હોય છે, અનાકારપશ્યતા
વાળા નથી.