________________
૨૬
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૩
ત્રીસમું પદ : : : : : : ૨
પરિચય કિ: 8 9
:
: : : : : :
આ પદનું નામ પડ્યુતાપદ છે.
વિશેષ પ્રકારના બોધને અર્થાત્ સૈકાલિક બોધને પશ્યતા કહે છે. પ્રકૃષ્ટ ઈક્ષણ-પ્રકૃષ્ટ દર્શનને પશ્યતા કહે છે.
પશ્યતા જ્ઞાન પરિણામ સ્વરૂપ જ છે પરંતુ તેમાં સૈકાલિક બોધનું જ ગ્રહણ થાય છે. માત્ર વર્તમાનકાલીન બોધ હોય, તો તેનું ગ્રહણ પશ્યતામાં થતું નથી. મતિજ્ઞાન અને મતિ અજ્ઞાનમાં સૈકાલિકબોધ નથી તેમજ અચક્ષુદર્શનમાં પ્રકૃષ્ટ બોધ નથી, તેથી તે ત્રણેનો સમાવેશ પશ્યતામાં થતો નથી. આ કારણે ઉપયોગના બાર ભેદ છે અને પશ્યતાના નવ ભેદ જ થાય છે.
સુત્રકારે ઉપયોગની જેમ પશ્યતાના ભેદ-પ્રભેદનું કથન કરીને ત્યાર પછી સમુચ્ચય જીવો અને ૨૪ દંડકના જીવોમાં પશ્યતાનું નિરૂપણ કર્યું છે. કેવળી ભગવાનના ઉપયોગની કમિકતા- છઘસ્થોને પહેલા દર્શન ઉપયોગ અને ત્યાર પછી જ્ઞાનોપયોગ હોય છે. આ રીતે બંને ઉપયોગ ક્રમિક હોય છે. તે જ રીતે કેવળી ભગવાનને પણ જ્ઞાન અને દર્શન બંને ઉપયોગ ક્રમિક જ હોય છે.
સૂત્રકારે સાકાર અને અનાકાર બંને ઉપયોગને પરસ્પર પ્રતિપક્ષી દર્શાવતાં છદ્મસ્થોની જેમ કેવળી ભગવાનના બંને ઉપયોગની ક્રમિકતા પ્રગટ કરી છે.