________________
ઓગણત્રીસમું પદ : ઉપયોગ
ઉપયોગથી યુક્ત હોય છે, તેઓ સાકારોપયોગયુક્ત હોય છે તથા જે પૃથ્વીકાયિકો અચક્ષુદર્શનના ઉપયોગથી યુક્ત હોય છે, તેઓ અનાકારોપયોગયુક્ત હોય છે. તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે પૃથ્વીકાયિક જીવો સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે.
૨૫
१८ बेइंदिया णं भंते ! पुच्छा ? गोयमा ! जाव जे णं बेइंदिया आभिणिबोहियणाणसुयणाण-मइअण्णाण-सुयअण्णाणोवउत्ता ते णं बेइंदिया सागरोवउत्ता । जे णं बेइंदिया अचक्खुदंसणोवउत्ता ते णं बेइंदिया अणागारोवडत्ता, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ । एवं जाव चउरिंदिया । णवरं चक्खुदंसणं अब्भहियं चउरिंदियाणं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવોના ઉપયોગ વિષયક પૂર્વવત્ કારણ સહિત પ્રશ્ન ? • ઉત્તર– હે ગૌતમ ! યાવત્ જે બેઇન્દ્રિયો આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના ઉપયોગ યુક્ત હોય છે, તેથી તેઓ સાકારોપયોગયુક્ત હોય છે અને જે બેઇન્દ્રિયો અચક્ષુદર્શનના ઉપયોગથી યુક્ત હોય છે, તેઓ અનાકારોપયોગયુક્ત હોય છે. તેથી ગૌતમ ! એમ કહેવાય છે કે બેઇન્દ્રિય જીવો સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે. આ જ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના ઉપયોગના વિષયમાં પણ જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે ચૌરેન્દ્રિય જીવોમાં ચક્ષુદર્શન અધિક કહેવું જોઈએ.
१९ पंचेंदियतिरिक्खजोणिया जहा णेरइया । मणूसा जहा जीवा । वाणमंतरजोइसिय-वेमाणिया जहा णेरइया ।
ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોના ઉપયોગનું કથન નૈયિકોની સમાન જાણવું. મનુષ્યોના ઉપયોગનું કથન સમુચ્ચય જીવોની સમાન જાણવું. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોના ઉપયોગનું કથન નૈરિયકોની સમાન જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચયજીવો અને ચોવીશ દંડકવર્તી જીવોમાં સાકારોપયોગયુક્ત અને અનાકારોપયોગયુક્તનું કથન કરવામાં આવ્યું છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે કે જ્ઞાન-અજ્ઞાનના ઉપયોગથી જીવ સાકારોપયોગયુક્ત કહેવાય છે અને દર્શનના ઉપયોગથી જીવ અનાકારોપયોગયુક્ત કહેવાય છે.
૫ ઓગણત્રીસમું પદ સંપૂર્ણ ॥