________________
[ ૨૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जीवा सागारोवउत्ता वि अणागारोवउत्ता वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવો શું સાકારોપયોગયુક્ત હોય છે કે અનાકારોપયોગયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ! જીવો સાકારોપયોગથી ઉપયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગથી ઉપયુક્ત પણ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવો સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગ યુક્ત પણ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જે જીવો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, તથા મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના ઉપયોગવાળા હોય છે, તેઓ સાકારોપયોગયુક્ત કહેવાય છે. જે જીવો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન,અવધિદર્શન અને કેવળદર્શનના ઉપયોગયુક્ત હોય છે, તેઓ અનાકારોપયોગયુક્ત કહેવાય છે. તેથી હે ગૌતમ! એમ કહેવાય છે કે જીવો સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે. १६ णेरइया णं भंते ! किं सागरोवउत्ता अणागारोवउत्ता ? गोयमा ! णेरइया सागारोवउत्ता वि अणागारोवउत्ता वि । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जे णं णेरइया आभिणिबोहियणाण-सुय-ओहिणाण-मइअण्णाण-सुयअण्णाण-विभंगणाणोवउत्ता ते णं णेरइया सागारोवउत्ता । जे णं णेरइया चक्खुदसणअचक्खुदसण-ओहिदसणोवउत्ता ते णं णेरइया अणागारोवउत्ता, से तेणटेणं गोयमा! एवं वुच्चइ जाव सागरोवउत्ता वि अणागारोवउत्ता वि । एवं जाव थणियकुमारा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! નૈરયિકો શું સાકારોપયોગયુક્ત હોય છે કે અનાકારોપયોગયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકો સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે. પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે નૈરયિકો સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારો:યોગયુક્ત પણ હોય છે.
ઉત્તર- હે ગૌતમ ! જે નૈરયિકો આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના ઉપયોગથી યુક્ત હોય છે, તેઓ સાકારોપયોગયુક્ત હોય છે અને જે નૈરયિકો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના ઉપયોગથી યુક્ત છે, તેઓ અનાકારોપયોગયુક્ત કહેવાય છે. તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે નૈરયિકો સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે. આ જ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. १७ पुढविक्काइया णं भंते ! पुच्छा ? गोयमा ! तहेव जाव जे णं पुढविकाइया मइअण्णाण-सुयअण्णाणोवउत्ता ते णं पुढविकाइया सागारोवउत्ता, जे णं पुढविकाइया अचक्खुदसणोवउत्ता ते णं पुढविक्काइया अणागारोवउत्ता । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जाव वणस्सइकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકો શું સાકારોપયોગયુક્ત હોય છે કે અનાકારોપયોગયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું યાવતુ જે પૃથ્વીકાયિકો મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના