________________
ત્રીસ પદ: પશ્યતા
[ ૨૬૭ ]
–ત્રીસમું પદ: પશ્યતા7222222222222 પશ્યતાના ભેદ-પ્રભેદોની પ્રરૂપણા:| १ कइविहा णं भंते ! पासणया पण्णत्ता ? गोयमा ! दुविहा पासणया पण्णत्ता, त जहा- सागारपासणया अणागारपासणया य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પશ્યતાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે, જેમ કે – સાકારપશ્યતા અને અનાકારપશ્યતા. | २ सागारपासणया णं भंते ! कइविहा पण्णत्ता ?
गोयमा ! छव्विहा पण्णत्ता, तं जहा- सुयणाणसागारपासणया, ओहिणाणसागारपासणया, मणपज्जवणाणसागारपासणया, केवलणाणसागारपासणया, सुयअण्णाणसागारपासणया, विभंगणाणसागारपासणया । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! સાકારપશ્યતાના કેટલા પ્રકાર છે?
- ઉત્તર- હે ગૌતમ ! છ પ્રકાર છે, જેમ કે- (૧) શ્રુતજ્ઞાન સાકારપશ્યતા, (૨) અવધિજ્ઞાન સાકારપશ્યતા, (૩) મન:પર્યવજ્ઞાન સાકારપશ્યતા, (૪) કેવળજ્ઞાન સાકારપશ્યતા, (૫) શ્રુતઅજ્ઞાન સાકારપશ્યતા અને (૬) વિર્ભાગજ્ઞાન સાકારપશ્યતા. | ३ अणागारपासणया णं भंते ! कइविहा पण्णत्ता ?
गोयमा ! तिविहा पण्णत्ता,तं जहा- चक्खुदसणअणागारपासणया, ओहिदसणअणागारपासणया, केवलदसणअणागारपासणया । एवं जीवाणं पि । ભાવાર્થ-અન- હે ભગવનું ! અનાકારપશ્યતાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પ્રકાર છે, જેમ કે – (૧) ચક્ષુદર્શન અનાકારપશ્યતા, (૨) અવધિદર્શન અનાકારપશ્યતા અને (૩) કેવળદર્શન અનાકારપશ્યતા. આ જ રીતે સમુચ્ચય જીવોમાં પણ નવ પ્રકારના પશ્યતા કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જ્ઞાનના જ પરિણામ સ્વરૂપ “પશ્યતા ના ભેદ-પ્રભેદનું વર્ણન છે. પ તા- આ શબ્દ શિલ્... “જોવું' ધાતુથી બન્યો છે પરંતુ અહીં પશ્યતા શબ્દ ઉપયોગની જેમ સાકાર અને અનાકાર બંને પ્રકારનો બોધક છે. સૈકાલિક અને સ્પષ્ટ દર્શનરૂ૫ બોધને પશ્યતા કહેવાય છે. તેના પણ બે ભેદ છે– સાકાર પશ્યતા અને અનાકાર પશ્યતા.
સાકાર પશ્યતા– વસ્તુનો ત્રણે કાલ વિષયક વિશેષ રૂપે અથવા સ્પષ્ટ રૂપે બોધ થાય, તે સાકાર પશ્યતા છે, તેના છ ભેદ આ પ્રમાણે છે– (૧) શ્રુતજ્ઞાન (૨) અવધિજ્ઞાન (૩) મન:પર્યવજ્ઞાન (૪) કેવળજ્ઞાન