________________
[ રર ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
१४ पंचेंदियतिरिक्खजोणियाणं जहा णेरइयाणं । मणुस्साणं जहा ओहिए उवओगे भणियं तहेव भाणियव्वं । वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहा णेरइयाणं । ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યચોમાં ઉપયોગનું કથન નૈરયિકોની સમાન જાણવું. મનુષ્યોમાં ઉપયોગનું કથન સમુચ્ચય જીવોના ઉપયોગની જેમ જાણવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોના સાકારોપયોગ અનાકારોપયોગ સંબંધી કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં ઉપયોગનું નિરૂપણ છે. સાકારોપયોગ :- કોઈ પણ સંસારી જીવોને ઓછામાં ઓછા મતિઅજ્ઞાન અને શ્રતઅજ્ઞાન આ બે અજ્ઞાન હોય છે. જો તે જીવ સમકિતી હોય, તો તેને મતિ-શ્રુત, તે બે જ્ઞાન હોય છે. નારકી અને દેવતાને જન્મથી જ અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન હોય છે. અવધિ કે વિર્ભાગજ્ઞાન તે બંને ય પંચેન્દ્રિય જીવોને જ હોય છે.
સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાંથી કેટલાકને જ સંયમ-તપની સાધનાથી કે ક્ષયોપશમ ભાવથી અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય છે. સર્વ સંજ્ઞી તિર્યંચ કે મનુષ્યોને અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન હોતા નથી.
કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાંથી કેટલાક સંયત મનુષ્યોને મન:પર્યવજ્ઞાન તેમજ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અન્ય ત્રણે ગતિના જીવોને આ બે જ્ઞાન હોતા નથી. અનાકારોપયોગ - સમસ્ત સંસારી જીવોને અચક્ષુદર્શન, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને ચક્ષુદર્શન, અવધિજ્ઞાની કે વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન અને કેવળજ્ઞાનીને કેવળદર્શન હોય છે.
૨૪ દંડકના જીવોમાં ઉપયોગ કોષ્ટકથી જાણવા.
સૂત્રકારે પ્રત્યેક દંડકના જીવોમાં સમુચ્ચય ઉપયોગનું કથન કર્યું છે તે ભાવાર્થથી સ્પષ્ટ છે પરંતુ અન્ય આગમોના સંદર્ભથી તેની વિશેષતા આ પ્રમાણે સમજવીનારકી– સમુચ્ચય નારકીમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ નવ ઉપયોગ હોય છે. સાતમી નરકના અપર્યાપ્તા– તે એકાંત મિથ્યાત્વી છે તેથી તેમાં ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ છ ઉપયોગ હોય છે. દેવતાના ૧૩ દંડક સમુચ્ચય દેવોમાં ત્રણ જ્ઞાન,ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ નવ ઉપયોગ હોય છે. પરમાધામી અને કિવીષી દેવો– એકાંત મિથ્યાત્વી હોવાથી તેમાં ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ છે ઉપયોગ છે. અનારવિમાનના દેવો- એકાંત સમકિતી હોવાથી તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન, આ છે ઉપયોગ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય– સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ નવ ઉપયોગ હોય છે. અસલી તિર્યંચ પચેકિયતેમાં અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન ન હોવાથી બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન, આ છ ઉપયોગ હોય છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમક્તિ હોવાથી બે જ્ઞાન હોય છે. પર્યાપ્તાવસ્થામાં એકાંત મિથ્યાત્વી હોવાથી માત્ર બે અજ્ઞાન અને બે દર્શન હોય છે.