SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણત્રીસમું પદ : ઉપયોગ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિકના ઉપયોગના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે, જેમ કે– સાકારોપયોગ અને અનાકારોપયોગ. ૨૦૧ ८ पुढविक्काइयाणं भंते ! सागारोवओगे कइविहे पण्णत्ते ? गोयमा ! दुवि पण्णत्ते, तं जहा- मइअण्णाणे सुयअण्णाणे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવોના સાકારોપયોગના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે, જેમ કે– મતિ અજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. ९ पुढविक्काइयाणं भंते ! अणागारोवओगे कइविहे पण्णत्ते ? गोयमा ! एगे अचक्खुदंसणाणागारोवओगे पण्णत्ते । एवं जाव वणस्सइकाइयाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવોના અનાકારોપયોગના કેટલા પ્રકાર છે ? ઉત્તરહે ગૌતમ ! તેઓને એકમાત્ર અચક્ષુદર્શન અનાકારોપયોગ હોય છે. આ જ રીતે યાવત્ વનસ્પતિકાયિક જીવો સુધી જાણવું જોઈએ. ૨૦ વેનિયાળ અંતે ! પુચ્છા ? ગોયમા ! તુવિષે વોને પળત્તે । તેં નહીંसागारे अणागारे य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવોના ઉપયોગના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! બે પ્રકાર છે, જેમ કે– સાકારોપયોગ અને અનાકારોપયોગ. ११ बेइंदियाणं भंते ! सागारोवओगे कइविहे पण्णत्ते ? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहा- आभिणिबोहियणाणसागारोवओगे, सुयणाणसागारोवओगे, मइअण्णाणसागारोवओगे, सुयअण्णाणसागारोवओगे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવોના સાકારોપયોગના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! ચાર પ્રકાર છે, જેમ કે– (૧) આભિનિબોધિકજ્ઞાન સાકારોપયોગ (૨) શ્રુતજ્ઞાન સાકારોપયોગ (૩) મતિઅજ્ઞાન સાકારોપયોગ અને (૪) શ્રુતઅજ્ઞાન સાકારોપયોગ. १२ बेइंदियाणं भंते ! अणागारोवओगे कइविहे पण्णत्ते ? गोयमा ! एगे अचक्खुदंसणअणागारोवओगे । एवं तेइंदियाण वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવોના અનાકારોપયોગના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઓને એક અચક્ષુદર્શન અનાકારોપયોગ હોય છે. આ જ રીતે તેઇન્દ્રિયોમાં પણ જાણવું. १३ चउरिंदियाण वि एवं चेव । णवरं- अणागारोवओगे दुविहे पण्णत्ते, तं जहाचक्खुदंसणअणागारोवओगे य अचक्खुदंसणअणागारोवओगे य । ભાવાર્થ:- ચૌરેન્દ્રિય જીવોના વિષયમાં પણ આ જ પ્રમાણે સમજવું. તેમાં વિશેષતા એ છે કે ચૌરેન્દ્રિયના અનાકારોપયોગના બે પ્રકાર છે, જેમ કે– (૧) ચક્ષુદર્શન અનાકારોપયોગ અને (૨) અચક્ષુદર્શન અનાકારોપયોગ.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy