________________
૨પર |
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૩
भास-मणअपज्जत्तए सिय आहारए सिय अणाहारए । ભાવાર્થ :- શરીર પર્યાપ્તિથી અપર્યાપ્તા એક જીવ કદાચિત આહારક, કદાચિત્ અનાહારક હોય છે. આ જ રીતે યાવત્ ભાષા-મન અપર્યાપ્તક એક જીવ કદાચિત્ આહારક, કદાચિત્ અનાહારક હોય છે. ४७ उवरिल्लियासु चउसु अपज्जत्तीसु णेरइय-देव-मणूसेसु छब्भंगा, अवसेसाणं जीवेगिंदियवज्जो तियभंगो।। ભાવાર્થ :- આહાર અપર્યાપ્તિ સિવાય શેષ–અંતિમ ઇન્દ્રિયાદિ ચાર પર્યાપ્તિથી અપર્યાપ્તા નારકી, દેવતા અને મનુષ્યોમાં છ ભંગ થાય છે. એકેન્દ્રિયો અને સમુચ્ચય જીવોમાં અભંગક, શેષ સર્વ જીવોમાં ત્રણ ભંગ હોય છે. |४८ भासा-मणपज्जत्तीए अपज्जत्तएसु जीवेसु पंचेंदियतिरिक्खजोणिएसु य तियभंगो, णेरइय-देव-मणुएसु छब्भंगा । ભાવાર્થ :- ભાષા-મનપર્યાપ્તિથી અપર્યાપ્તા સમુચ્ચય જીવો અને પંચેન્દ્રિય તિર્યચોમાં ત્રણ ભંગ હોય છે. ભાષા અને મન પર્યાપ્તિથી અપર્યાપ્ત નૈરયિકો, દેવો અને મનુષ્યોમાં છ ભંગ થાય છે. ४९ सव्वपएसु एगत्त-पुहत्तेणं जीवादीया दंडगा पुच्छाए भाणियव्वा । जस्स जं अत्थि तस्स तं पुच्छिज्जइ, जं पत्थि तं ण पुच्छिज्जइ जाव भासा-मणपज्जत्तीए अपज्जत्तएसु णेरइय-देव-मणुएसु य छब्भंगा । सेसेसु तियभंगो । ભાવાર્થ :- બધા (૧૩) પદોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ સમુચ્ચય જીવ અને ચોવીશ દંડક અનુસાર પૃચ્છા કરવી જોઈએ. જે દંડકમાં જે પદ સંભવે છે, તેની જ પૃચ્છા કરવી જોઈએ. જે ન સંભવે તેની પૃચ્છા ન કરવી જોઈએ યાવત ભાષા-મન પર્યાપ્તિથી અપર્યાપ્તા નારકો, દેવો અને મનુષ્યોમાં છ ભંગ તથા તે સિવાયના સમુચ્ચય જીવો અને પંચેન્દ્રિય-તિર્યચોમાં ત્રણ ભંગ હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પર્યાપ્તા-અપર્યાપ્તા જીવોમાં આહારક-અનાહારકનું નિરૂપણ છે.
જોકે શાસ્ત્રોમાં પર્યાપ્તિ છ માનવામાં આવી છે. પરંતુ અહીં ભાષા પર્યાપ્તિ અને મનપર્યાપ્તિ બંનેનો એકમાં સમાવેશ કરીને પાંચ પર્યાપ્તિનું કથન કર્યું છે. પર્યાપતા:- સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરે તેને પર્યાપ્તા કહે છે. પર્યાપ્તા જીવોમાં વિગ્રહગતિની અપેક્ષાએ અનાહારકપણું ઘટિત થતું નથી, પરંતુ પર્યાપ્તા મનુષ્યોમાં કેવળી સમુદ્યાત અને અયોગી અવસ્થાની અપેક્ષાએ અનાહારકપણું ઘટિત થાય છે. તેમાં અનાહારક જીવો હંમેશાં હોતા નથી, તેથી સમુચ્ચય પર્યાપ્તા જીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ થાય છે. જેમ કે – (૧) સર્વ જીવો આહારક. જ્યારે એક પણ જીવ કેવળી સમુદ્યાત કે અયોગીપણામાં ન હોય ત્યારે આ પ્રથમ ભંગ થાય છે. (૨) અનેક જીવો આહારક, એક જીવ અનાહારક. જ્યારે એક જીવ કેવળી સમુદ્રઘાત કે અયોગી અવસ્થામાં હોય ત્યારે આ બીજો ભંગ ઘટિત થાય છે. (૩) અનેક જીવો આહારક, અનેક જીવો