________________
| અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૨ |
[ ૨૫૧]
આહારક અને ઘણા જીવો અનાહારક હોય છે. તેમાં અન્ય ભંગ થતા નથી. શેષ ૧૯ દંડકના જીવોમાં આહારક અવસ્થા શાશ્વત અને અનાહારક અવસ્થા અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. ઔદારિક શરીરીઃ- કોઈ પણ જીવને વિગ્રહગતિમાં તૈજસ-કાશ્મણ શરીર જ હોય છે. ઔદારિક વૈક્રિય કે આહારક શરીર હોતું નથી, તેથી ઔદારિક શરીરી જીવોમાં વિગ્રહગતિની અપેક્ષાએ અનાહારકપણું ઘટિત થતું નથી પરંતુ તેમાં કેવળી સમુઘાત અને અયોગી અવસ્થાની અપેક્ષાએ અનાહારકપણું ઘટિત થાય છે, તેથી ઔદારિક શરીરી સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ થાય છે. ઔદારિક શરીરી પાંચ સ્થાવર, ત્રણ વિક્સેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય તે નવ દંડકના જીવોમાં કેવળી સમુદુઘાત કે અયોગી અવસ્થા હોતી નથી. તેથી તે જીવો અનાહારક હોતા નથી. આ કારણે ઔદારિક શરીરી નવ દંડકના જીવો આહારક જ હોય છે. વૈકિય અને આહારક શરીરી :- નારકી-દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય તે ૧૬ દંડકના જીવોમાં વૈક્રિય શરીર હોય છે અને મનુષ્યના એક દંડકમાં આહારક શરીર હોય છે. આ બંને શરીર વળાંકવાળી વિગ્રહગતિમાં હોતા નથી. તેમજ આ શરીરોમાં કેવળી સમુદ્યાત કે અયોગી અવસ્થા ન હોવાથી તે જીવો અનાહારક હોતા નથી, તેથી વૈક્રિય અને આહારક શરીરી જીવો આહારક જ હોય છે. તૈજસ અને કામણ શરીરી - સમસ્ત સંસારી જીવોને વિગ્રહગતિમાં તૈજસ-કાશ્મણ શરીર હોય છે. તેમાં વિગ્રહગતિની અપેક્ષાએ અનાહારક અને ઉત્પન્ન થયા પછી આહારક હોય છે. તેમાં સમુચ્ચય જીવ અને પાંચ સ્થાવરમાં ઘણા જીવો આહારક અને ઘણા જીવો અનાહારક હોય છે, તેથી તે અભંગક છે. શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. અશરીરીઃ- સિદ્ધ જીવ અશરીરી છે, તેથી તે એક કે અનેક જીવો અનાહારક જ હોય છે. (૧૩) પર્યાતિ દ્વાર:४४ आहारपज्जत्तीपज्जत्तए सरीरपज्जत्तीपज्जत्तए इंदियपज्जत्तीपज्जत्तए आणापाणुपज्जत्तीपज्जत्तए भासा-मणपज्जत्तीपज्जत्तए एयासु पंचसु वि पज्जत्तीसु जीवेसु मणूसेसु य तियभंगो । अवसेसा आहारगा, णो अणाहारगा ।
भासा-मणपज्जत्ती पंचेंदियाणं, अवसेसाणं णत्थि । ભાવાર્થ :- આહાર પર્યાપ્તિ, શરીર પર્યાતિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ તથા ભાષામનપર્યાપ્તિ; આ પાંચ (છ) પર્યાપ્તિઓથી પર્યાપ્ત સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં ત્રણ-ત્રણ ભંગ હોય છે, શેષ સર્વ જીવો આહારક હોય છે, અનાહારક નથી.
તેમાં ભાષા-મન પર્યાપ્તિ પંચેન્દ્રિયોમાં હોય છે, અન્ય જીવોમાં હોતી નથી. ४५ आहारपज्जत्ती अपज्जत्तए णो आहारए, अणाहारए, एगत्तेण वि पुहत्तेण वि। ભાવાર્થ:- આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ એકવચન અને બહુવચનની અપેક્ષાએ આહારક હોતા નથી, પરંતુ અનાહારક જ હોય છે. ४६ सरीरपज्जत्ती अपज्जत्तए सिय आहारए सिय अणाहारए । एवं जाव