________________
૨૫૦ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
અવેદી:- ત્રણ પ્રકારના વેદોથી રહિત જીવો અવેદી હોય છે. તેમાં સમુચ્ચય જીવ, મનુષ્ય અને સિદ્ધોનો સમાવેશ થાય છે.
સમુચ્ચય જીવોમાં દશમા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો અને સર્વે ય સિદ્ધો અવેદી છે. તેમાં તેરમું ગુણસ્થાન શાશ્વત હોવાથી આહારક જીવો શાશ્વત છે અને સિદ્ધ ભગવાનની અપેક્ષાએ અનાહારક જીવો શાશ્વત છે. આ રીતે અવેદીમાં આહારક અને અનાહારક બંને પ્રકારના અનેક જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે, તેથી અન્ય ભંગ થતા નથી.
અવેદી મનુષ્યોમાં આહારક જીવો શાશ્વત છે પરંતુ કેવળી સમુઘાત કરનારા કેવળી કે અયોગી કેવળી હંમેશાં હોતા નથી, તેથી અનાહારક જીવો અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. અવેદી સિદ્ધ સર્વે ય અનાહારક હોય છે. (૧૨) શરીર દ્વાર:४० ससरीरी जीवेगिंदियवज्जो तियभंगो । ભાવાર્થ- સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને શેષ સશરીરી નારકી આદિમાં બહુવચનની અપેક્ષાએ ત્રણ ભંગ થાય છે.
४१ ओरालियसरीरीसुजीव-मणूसेसु तियभंगो । अवसेसा आहारगा, णो अणाहारगा, जेसिं अत्थि ओरालियसरीरं । ભાવાર્થ:- ઔદારિક શરીરી સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ હોય છે. ઔદારિક શરીરી શેષ નવ દંડકના જીવો આહારક હોય છે, અનાહારક હોતા નથી. આ રીતે જેને ઔદારિક શરીર હોય છે, તેનું જ કથન કરવું જોઈએ. |४२ वेउव्वियसरीरी आहारगसरीरी य आहारगा, णो अणाहारगा, जेसिं अत्थि। ભાવાર્થ :- વૈક્રિય શરીરી અને આહારક શરીરી જીવો આહારક હોય છે, અનાહારક નથી. આ કથન જેને વૈક્રિય શરીર અને આહારક શરીર હોય છે, તેને માટે જ કરવું જોઈએ. |४३ तेया-कम्मगसरीरी जीवेगिदियवज्जो तियभंगो । असरीरी जीवा सिद्धा य णो आहारगा, अणाहारगा। ભાવાર્થ :- સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને શેષ ૧૯ દંડકના તૈજસશરીરી તથા કાર્મણશરીરી જીવોમાં ત્રણ-ત્રણ ભંગ હોય છે. અશરીરી જીવ અને સિદ્ધ, આહારક નથી પરંતુ અનાહારક જ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સશરીરી-અશરીરી જીવોમાં આહારક-અનાહારકનું કથન છે. સશરીરીઃ- સમુચ્ચય જીવ સશરીરી પણ હોય અને અશરીરી પણ હોય તથા ૨૪ દંડકના જીવો સશરીરી જ છે. તેમાં એકવચનની અપેક્ષાએ સમુચ્ચય જીવ તથા ૨૪ દંડકના જીવ કદાચિત્ આહારક કદાચિત્ અનાહારક હોય છે. અનેક જીવોની અપેક્ષાએ સમુચ્ચય જીવો તથા પાંચ સ્થાવર જીવોમાં ઘણા જીવો