________________
| અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૨
૨૪૯ ]
મનયોગી-વચનયોગી - મનયોગીમાં નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય તે ૧૬ દંડકના જીવો અને વચનયોગીમાં ત્રણ વિક્લેન્દ્રિયો સહિત ૧૯ દંડકના જીવોનો સમાવેશ થાય છે. મનયોગ અને વચનયોગ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, તેથી તે જીવો આહારક જ હોય છે, અનાહારક હોતા નથી. કેવળી સમુઘાતમાં પણ આ બંને યોગ નથી. કાયયોગી :- ૨૪ દંડકના જીવો કાયયોગી હોય છે. તેમાંથી સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવર જીવોમાં અભંગક અને શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. અયોગી - મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિથી રહિત હોય, તેને અયોગી કહે છે. તેમાં સમુચ્ચય જીવ, મનુષ્ય તથા સિદ્ધનો સમાવેશ થાય છે. તે એક કે અનેક જીવો અનાહારક જ હોય છે. (૧૦) ઉપયોગ દ્વાર :३८ सागाराणागारोवउत्तेसु जीवेगिंदियवज्जो तियभंगो । सिद्धा अणाहारगा। ભાવાર્થ:- સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયોને છોડીને અન્ય સાકાર અને અનાકાર ઉપયોગયુક્ત જીવોમાં ત્રણ ભંગ હોય છે. સિદ્ધ જીવો અનાહારક હોય છે. વિવેચન :
સાકાર ઉપયોગ એટલે જ્ઞાનોપયોગ અને અનાકારોપયોગ એટલે દર્શન ઉપયોગ. તેમાં સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવર જીવોમાં ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે. શેષ ૧૯ દંડકના જીવોમાં અનાહારક અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. (૧૧) વેદ દ્વાર:|३९ सवेदे जीवेगिंदियवज्जो तियभंगो । इत्थिवेद-पुरिसवेदेसु जीवादीओ तियभंगो। णपुंसगवेदए जीवेगिंदियवज्जो तियभंगो । अवेदए जहा केवलणाणी । ભાવાર્થ- સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોને છોડી અન્ય સવેદી જીવોમાં ત્રણ ભંગ હોય છે. સ્ત્રીવેદી અને પુરુષવેદી જીવોમાં ત્રણ ભંગ હોય છે. નપુંસકવેદી સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને શેષ જીવોમાં ત્રણ ભંગ હોય છે. અવેદી જીવોનું કથન કેવળજ્ઞાનીના કથન સમાન કરવું જોઈએ. વિવેચન :સવેદી :- સ્ત્રીવેદ, પુરુષવેદ અથવા નપુંસકવેદ સહિત હોય, તેને સવેદી કહે છે. સવેદી જીવોમાંથી એકેન્દ્રિયોમાં અને સમુચ્ચય જીવોમાં ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે. શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય છે. સ્ત્રીવેદી-પુરુષવેદી – નારકી, પાંચ સ્થાવર, ત્રણ વિક્લેન્દ્રિય તે નવ દંડક સિવાય શેષ ૧૫ દંડકના સ્ત્રીવેદી કે પુરુષવેદી જીવોમાં વિગ્રહગતિની અપેક્ષાએ અનાહારકપણું હોય છે. તેમાં આહારક જીવો શાશ્વત અને ઉત્પત્તિના વિરહકાલની અપેક્ષાએ અનાહારકપણું અશાશ્વત છે, તેથી ત્રણ ભંગ થાય છે. નપુંસક વેદી :- દેવતાના તેર દંડક સિવાય શેષ ૧૧ દંડકના જીવોમાંથી પાંચ સ્થાવર જીવોમાં ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે. શેષ જીવોમાં અનાહારક અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે.