________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ-૩
મન:પર્યવજ્ઞાની એક કે અનેક જીવ તથા મનુષ્ય આહારક જ હોય છે, અનાહારક નહીં. માત્ર મનુષ્યોને જ મન:પર્યવજ્ઞાન હોય છે અને તે પણ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે; અપર્યાપ્તામાં કે વિગ્રહગતિમાં ન હોવાથી તે અનાહારક હોતા નથી.
૨૪૮
કેવળજ્ઞાની - (૧) સમુચ્ચય જીવ (૨) મનુષ્ય અને (૩) સિદ્ધ કેવળજ્ઞાની હોય છે. એક સમુચ્ચય કેવળી જીવ અને કેવળી મનુષ્યમાં આહારક અથવા અનાહારક કોઈ પણ એક અવસ્થા હોય છે.
-:
અનેક સમુચ્ચય કેવળી જીવોમાં મનુષ્યોની અપેક્ષાએ ઘણા જીવો આહારક અને સિદ્ધોની અપેક્ષાએ ઘણા જીવો અનાહારક શાશ્વત(હંમેશાં) હોય છે. તેમાં આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો શાશ્વત હોવાથી અન્ય ભંગ થતાં નથી.
અનેક કેવળી મનુષ્યોમાં આહારક જીવો હંમેશાં હોય છે પરંતુ કેવળી સમુદ્દાત કરનારા કેવળીઓ કે અયોગી કેવળી હમેશાં હોતા નથી તેથી અનાહારક જીવો અશાશ્વત હોવાથી તેમાં એક અશાશ્વતના ત્રણ ભંગ થાય છે. સર્વે ય સિદ્ધ અનાહારક હોય છે.
ય
=
અજ્ઞાની :– સમુચ્ચય અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની સમુચ્ચય જીવો તથા એકેન્દ્રિયોમાં આહારક અને અનાહારક બંને ય ઘણા હોય છે, તેથી તે અભંગક છે. શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. વિભંગજ્ઞાની નારકી દેવોમાં ત્રણ ત્રણ ભંગ હોય છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં પર્યાપ્તાને જ વિભંગજ્ઞાન હોય છે. વિગ્રહગતિમાં કે અપર્યાપ્તામાં વિભંગજ્ઞાન હોતું નથી, તેથી વિભંગજ્ઞાની મનુષ્ય અને નિયંચ પંચેન્દ્રિય આહારક જ હોય છે, અનાહારક હોતા નથી.
(૯) યોગ દ્વાર :
[३७ सजोगीसु जीवेगिदियवज्जो तियभंगो। मणजोगी वइजोगी य जहा सम्मामिच्छद्दिट्ठी, णवरं वइजोगो विगलिंदियाण वि । कायजोगीसु जीवेगिदियवज्जो तियभंगो । अजोगी जीव- मणूस-सिद्धा अणाहारगा ।
ભાવાર્થ :- સયોગીમાં સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડી શેષ દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. મનોયોગી અને વચનયોગીના વિષયમાં સમ્યગ્મિથ્યાદષ્ટિની સમાન જાળવું. વિશેષતા એ છે કે વચન યોગમાં વિકલેન્દ્રિયોનું પણ કથન કરવું જોઈએ.
કાયયોગી જીવોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે.(જીવ અને એકેન્દ્રિયમાં અભંગ હોય છે.) અયોગી સમુચ્ચય જીવ, મનુષ્ય અને સિદ્ધ હોય છે અને તેઓ અનાહારક જ છે.
વિવેચનઃ
સયોગી :– મન, વચન, કાયાના યોગ સહિત હોય, તેને સયોગી કહે છે. સમુચ્ચય જીવ તથા ૨૪ દંડકના એક જીવ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હોય છે.
અનેક જીવોની અપેક્ષાએ સમુચ્ચય સયોગી જીવો તથા સયોગી પાંચ સ્થાવરોમાં ઘણા જીવો આહારક અને ઘણા વો અનાહારક હોય છે. તેમાં અન્ય ભંગ થતા ન હોવાથી તે અભંગક કહેવાય છે. શેષ ૧૯ દંડકના અનેક સર્યાગી જીવોમાં ઉત્પત્તિના વિરહકાલની અપેક્ષાએ અનાહારક જીવો અશાશ્વત છે તેથી તેમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે.